Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 341
________________ ૩૩૪ ઉપદેશમાળા પ્રાણીના ગુરુકર્મો જ કારણ છે અર્થાત્ તે જીવ ભારેકર્મી હોવાથી, જ્ઞાનાવરણીય આદિ કર્મની બહુલતા હોવાથી જાણતો હોવા છતાં પણ ધર્મ કરતો નથી.’ धम्मत्थकाममुक्खेसु, जस्स भावो जहिं जहिं रमइ । વેગ્નેયંતરસું, ન ફર્મ સવ્વ સુહાવેફ્ ।।૧૩૨।। અર્થ—“ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં જે પ્રાણીનો ભાવ (અભિપ્રાય) જે જે (ભિન્ન ભિન્ન) પદાર્થોમાં રમે છે (વર્તે છે); એટલે પ્રાણીઓનો અભિપ્રાય ભિન્ન ભિન્ન પદાર્થોમાં હોય છે, માટે જેમાં વૈરાગ્યનો જ એકાંત-૨સ (ભરેલો) છે એવું આ ઉપદેશમાલા પ્રકરણ સર્વ પ્રાણીઓને સુખકર નથી (સુખ ઉત્પન્ન કરતું નથી); કિંતુ વૈરાગ્યવાળા પુરુષોને જ આ પ્રકરણ સુખ ઉપજાવે છે.” संजमतवालसाणं, वेरग्गकहा न होइ कन्नसुहा । સંવિવિશ્વયાળ, દુષ્ણ વિ સિંધિ નાળીળ ॥૩૩॥ અર્થ—“સત્તર પ્રકારના સંયમ તથા તપસ્યામાં આળસુ (પ્રમાદી) એવા પુરુષોને વૈરાગ્યકથા કર્ણને સુખકારી થતી નથી, પ્રમાદીને વૈરાગ્યની વાર્તા રુચતી નથી; પરંતુ સંવિગ્ન પક્ષવાળાને (મોક્ષાભિલાષીને) અથવા કોઈક જ્ઞાનીને જ વૈરાગ્યકથા કર્ણને સુખકારી થાય છે, સર્વને સુખકારી થતી નથી.’ सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं जाणिज अणंतसंसारी ॥५३४ ॥ અર્થ—“આ ઉપદેશમાળા પ્રકરણ સાંભળીને ઘર્મમાં જેનો ઉદ્યમ થયો નથી, (જે ઘર્મ કરવામાં ઉદ્યમી થયો નથી) તથા જેને પંચેન્દ્રિય વિષય ત્યાગરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, તેને અનંતસંસારી જાણવો અર્થાત્ અનંતસંસારી જીવને જ ઘણો ઉપદેશ પણ વૈરાગ્યજનક થતો નથી.’’ कम्माण सुबहु आणु-वसमेण उवगच्छई इमं सव्वं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भन्नंतं ॥ ५३५॥ અર્થ—“પ્રાણી અત્યંત ઘણાં કર્મોના ઉપશમ વડે (ક્ષયોપશમ વડે) એટલે તે તે જાતિના કર્મના આવરણના ક્ષય વડે આ (પ્રત્યક્ષ) સર્વને (ઉપદેશમાળારૂપ તત્ત્વાર્થના સમૂહને) પામે છે; પરંતુ કર્મના મળવડે ચીકણા થયેલા (લીંપાયેલા) એટલે જેણે ગાઢ કર્મ બાંધેલાં છે એવા પુરુષોને આ પ્રકરણ કહેવા છતાં પણ તેની પાસે થઈને ચાલ્યું જાય છે. એટલે વારંવાર તેને ઉપદેશ કર્યા છતાં પણ તેના હૃદયમાં કર્મની ચીકાશ હોવાથી પ્રવેશ કરતું નથી.’’

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344