Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૨ ઉપદેશમાળા कंताररोहमद्धा - णओमगेलन्नमाइकज्जेसु । सव्वायरेण जयणाइ, कुणइ जं साहुकरणिजं ॥५२३॥ અર્થ—“કાંતાર (અટવીમાં આવી ચડવું), રોઘ (રાજાની લડાઈ વગેરે પ્રસંગે દુર્ગમાં અંઘાવું), મન્દ્વાણ (વિષમમાર્ગે ચાલવું), ઓમ (દુષ્કાળ) અને ગેલન્ન (ગ્લાનત્વ, રોગીપણું ) ઇત્યાદિક કાર્યપ્રસંગમાં પણ એટલે એવા કારણ પ્રાપ્ત થયા છતાં પણ સર્વ આદર (શક્તિ) વડે કરીને યતના પૂર્વક સાધુને જે કરવા લાયક કાર્ય છે તે જ સુસાધુ કરે છે; અર્થાત્ પ્રબળ કારણ પ્રાપ્ત થયા છતાં પણ સાધુએ પોતાની સર્વ શક્તિથી પોતાનું જે કર્તવ્ય છે તે યતનાપૂર્વક અવશ્ય કરવું.” आयरतर सम्माणं, सुदुक्करं माणसंकडे लोए । સંવિવિદ્ધવત્ત, એસોળ પુર્વ જાઉં ૧૨૪॥ અર્થ—“અહંકારે કરીને સાંકડા એટલે અભિમાનથી ભરેલા એવા આ લોકમાં અત્યંત આદર વડે (સંવિગ્નપણા વડે) સુસાધુઓનું સન્માન કરવું એ અતિ દુષ્કર છે, તેમજ અવસત્ર એટલે શિથિલ આચારવાળાને સ્ફુટ પ્રગટપણે સંવિગ્નનું પક્ષપાતીપણું કરવું એટલે સંવિગ્ન પક્ષના અનુરાગી થવું એ દુષ્કર છે.” सारणचइआ जे, गच्छनिग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायव्वा ॥ ५२५ ॥ અર્થ—“સારણા એટલે સ્મારણા (ભૂલી ગયેલાનું સ્મરણ આપવું) એટલે આ કામ આવી રીતે કરવું એવી વારંવાર શિક્ષા આપવાથી ઉદ્વેગ પામેલા અને તેથી ગચ્છ બહાર નીકળી ગયેલા (સ્વેચ્છાએ વર્તવા માટે ગચ્છ બહાર થયેલા) એવા જે પાસસ્થાઓ સ્વેચ્છાએ વિહાર કરે છે તેઓ જિનવચનથી બાહ્ય છે, અર્થાત્ પ્રથમ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને પછી પ્રમાદી થયેલા છે, તેઓને પ્રમાણરૂપ ગણવા નહીં એટલે સાધુપણામાં ગણવા નહીં.’’ हीणस्स वि सुद्धपरूवगस्स, संविग्गपक्खवाइस्स । जा जा हविज जयणा, सा सा से निज्ञ्जरा होई ॥५२६ ॥ અર્થ—“શુદ્ધ પ્રરૂપણા કરનાર, અને સંવિગ્નનો પક્ષપાત છે જેને એવા હીન સાધુની (ઉત્તરગુણમાં કાંઈક શિથિલ થયેલા સાઘુની) પણ જે જે યતના (બહુ દોષવાળી વસ્તુનું વર્જન અને અલ્પ દોષવાળી વસ્તુનું ગ્રહણ કરવું તે રૂપ યતના) હોય છે, તે તે યતના તેને નિર્જરારૂપ (કર્મનો ક્ષય કરનારી) થાય છે.’ सुक्काइय परिसुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठ । મેવ ચ ગાયત્યો, ગાય વનું સમાયરફ ૧૨૭

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344