Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 338
________________ ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ ૩૩૧ આત્માને હણે છે. કેમકે તે શિષ્યને દુર્ગતિમાં નાંખે છે, અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતાં અધિકાર સંસારસમુદ્રમાં ડુબાડે છે.” जह सरणमुवगयाणं, जीवाणं निकिंतए सिरे जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पन्नवंतो य ॥५१८॥ અર્થ–“જેમ કોઈ માણસ પોતાને આશ્રયે આવેલા જીવોનું મસ્તક છે, તેમ આચાર્ય પણ જો શરણે આવેલા જીવોની પાસે ઉત્સુત્ર પ્રરૂપણા કરે, તેને કુમાર્ગે અવતાર્વે તો તેને પણ તેના મસ્તક છેદનાર જેવો એટલે વિશ્વાસઘાતી જાણવો.” सावजजोगपरिव-जणाउ सव्वुत्तमो जइधम्मो । बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥ અર્થ–“સાવદ્ય યોગોના વર્જન થકી (સર્વ પાપસહિત યોગ વર્જવાથી) થતિઘર્મ સર્વોત્તમ છે તે પહેલો માર્ગ છે. બીજો શ્રાવકઘર્મ પણ મોક્ષમાર્ગ છે, અને ત્રીજો સંવિગ્ન પક્ષનો માર્ગ છે. એ ત્રણે મોક્ષમાર્ગ છે. सेसा मिच्छट्टिी, गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं । जह तिन्नि उ मोक्खपहा, संसारपहा तहा तिन्नि ॥५२०॥ અર્થ–“શેષ એટલે ઉપર કહેલા ત્રણ માર્ગ સિવાય બાકીના ગૃહીલિંગવાળા (ગૃહસ્થવેષને ધારણ કરનાર), કલિંગવાળા એટલે યોગી, ભરડા વગેરે તથા દ્રવ્યલિંગવાળા એટલે દ્રવ્યથી તિવેષને ઘારણ કરનાર એ ત્રણેને મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ ઉપરની ગાથામાં ત્રણ મોક્ષમાર્ગ કહ્યા તેમ આ ગૃહીલિંગાદિક ત્રણે સંસારના માર્ગ જાણવા, એટલે તે ત્રણે સંસારના હેતુ છે.” આ સંસારસાગરમાં, મિત્તેહિ સબ્યુનીવર गहियाणि य मुक्काणि, य अणंतसो दव्वलिंगाई ॥५२१॥ ' અર્થ– “આ અનાદિ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરતા સર્વ જીવોએ અનંતીવાર દ્રવ્યલિંગોને ગ્રહણ કર્યા છે અને ગ્રહણ કરીને મૂકી દીઘાં છે તો પણ તેમની કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નથી.” - अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पन्नविजंतो। संविग्गपक्खियत्तं, करिज लब्भिहिसि तेण पहं ॥५२२॥ ' અર્થ-વળી અત્યંત અનુરક્ત એટલે વેષ રાખવામાં ગાઢ આસક્ત થયેલો એવો કોઈ પુરુષ ઘણી વાર ગીતાર્થોએ હિતશિક્ષા કહ્યા (દીઘા) છતાં પણ તે વેષને મૂકે નહીં તો તેણે સંવિગ્નનું પક્ષપાતીપણું અંગીકાર કરવું (સંવિગ્ન પક્ષનો આશ્રય કરવો). તેમ કરવાથી આવતા ભવમાં તે મોક્ષમાર્ગ પામે છે.”

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344