________________
ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ
૩૨૯
અર્થ-“લોકમાં પણ જે સશક (પાપભીરુ) માણસ હોય છે તે સહસા (વિચાર કર્યા વિના) કાંઈ પણ અસત્ય બોલતો નથી, ત્યારે જો દીક્ષિત થઈને પણ અસત્ય બોલે, તો દીક્ષા વડે શું? અર્થાત્ દીક્ષા લેવાનું શું ફળ? કાંઈ જ નહીં.”
महव्वयअणुव्वयाइ, छड्डेउं जो तवं चरइ अन्नं । - સો કન્નાખી મૂકો, નવા ગુણો મુળયો ૧૦૧
અર્થ–“જે પુરુષ મહાવ્રતોને અથવા અણુવતોને તજીને બીજું તપ કરે છે, એટલે મહાવ્રત અને અણવ્રત સિવાય બીજાં તપ કરે છે તે અજ્ઞાની અને મૂર્ખ માણસ (અજ્ઞાન કષ્ટ કરનાર માણસ) નાવ વડે પણ એટલે હાથમાં નાવ આવ્યા છતાં પણ બૂડેલો જાણવો. જેમ સમુદ્રમાં રહેલો કોઈ મૂર્ખ માણસ હાથમાં આવેલી નાવને તજીને તે નાવના લોઢાના ખીલાવડે સમુદ્ર તરવા ઇચ્છે તેવો તેને જાણવો.”
सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो ।
न य सांहेइ सकजं, कागं च करेइ अप्पाणं ॥५१०॥ અર્થ–“બહુ પ્રકારે પાસસ્થાનું સ્વરૂપ જાણીને પણ (પાર્થસ્થજન સંબંધી શિથિલતાને જાણીને પણ) જે મધ્યસ્થ હોતો નથી તે પોતાનું મોક્ષરૂપ કાર્ય સાથી શકતો નથી, અને પોતાના આત્માને કાગડા તુલ્ય કરે છે.”
परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं । * પરીવત્તરંગો, વેખિરેખ સાહારો ૧૧
અર્થ–“નિપુણતાથી (સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરીને) જો નિયમનો ભાર (મૂલ અને ઉત્તર ગુણનો સમૂહ) વહન કરવા શક્તિમાન ન થવાય, તો પછી બીજાના ચિત્તને રંજન કરનાર એવા વેષમાત્ર કરીને માત્ર વેષ ઘારણ કરી રાખવાથી) પરભવે દુર્ગતિમાં પડતાં માણસને તે (વેષ) આઘારરૂપ થતો નથી, એટલે માત્ર વેષ
ઘારણ કરવાથી કાંઈ દુર્ગતિથી રક્ષણ થતું નથી.” - निच्छयनयस्स चरण-स्सुवघाए नाणदंसणवहो वि। . ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥
અર્થ–“નિશ્ચયનયના મતમાં (પરમાર્થવૃત્તિથી કહીએ તો) ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાન-દર્શનનો પણ વઘ (વિનાશ) થાય છે કેમકે ચારિત્રનો વિનાશ થયે આસ્રવનું સેવન કરવાથી જ્ઞાન-દર્શન પણ નષ્ટ થાય છે; અને વ્યવહારનયના મતમાં (બાહ્યવૃત્તિથી કહીએ તો) ચારિત્રનો ઘાત થયે છતે શેષ જ્ઞાન-દર્શનમાં ભજના (વિકલ્પ) જાણવો. એટલે કદાચ જ્ઞાન-દર્શન હોય પણ ખરાં અને ન પણ હોય.”