Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 334
________________ શ્રાવકધર્મ અપવાદમાર્ગ . आणं सव्वजिणाणं, भंजइ दुविहं पहं अइक्कंतो । आणं च अइक्कंतो, भमइ जरामरणदुग्गम्मि ॥ ५०० ॥ અર્થ—“ધર્મબીજને વિનાશ પમાડવાથી તે (પાર્શ્વસ્થાદિક) સર્વ જિનેશ્વરોની આજ્ઞાનો ભંગ કરે છે અને સાધુધર્મ તથા શ્રાવકધર્મ એ બન્ને પ્રકારના માર્ગનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરતા સતા તેમજ સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા સતા જરા અને મરણ વડે અતિ દુર્ગ (ગહન) એવા અનંત સંસારમાં ચિરકાળ પરિભ્રમણ કરે છે.” ૩૨૭ जइ न तरसि धारेउ, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी, सुसावगत्तं वरतरागं ॥५०१॥ અર્થ—“હે ભવ્ય જીવ! જો કદાચ તું સમિતિ વગેરે ઉત્તરગુણના ભાર (સમૂહ) સહિત પંચમહાવ્રતરૂપ મૂલગુણના ભારને ધારણ કરવા (વહન કરવા) શક્તિમાન ન હો તો તારે જન્મભૂમિ, વિહારભૂમિ અને દીક્ષાભૂમિ એ ત્રણ ભૂમિનો ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવું તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તું અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર કર.'' अरिहंतचेई आणं, सुसाहू - पूयारओ दढायारो । सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२ ॥ અર્થ—“વળી હે ભવ્ય પ્રાણી ! જો તું સાધુપણું ધારણ કરવા અસમર્થ હો, તો અરિહંતના ચૈત્ય (બિંબ) ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુઓની સત્કાર સન્માનાદિરૂપ પૂજામાં આસક્ત અને દૃઢાચારવાળો (અણુવ્રત પાળવામાં કુશળ) એવો સુશ્રાવક થા તે ઘણું શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારું છે. પરંતુ સાધુવેષ ઘારણ કરીને ધર્મથી ચ્યુત-ભ્રષ્ટ થવું એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈને માત્ર વેષ ઘારણ કરવાથી કાંઈ પણ ફળ નથી.’ सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नत्थि । સો સવિરવા, જીવર્લ્ડ વેનં ૬ સવ્વ = ૧૦૩॥ અર્થ—“સર્વ એટલે સર્વાં સાવખ્ખું નોનું પદ્મવદ્યામિ હું સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચે સર્વ (સંપૂર્ણ) ષટ્કાયના પાલનરૂપ વિરતિ નથી તે સર્વવિરતિને કહેનારો (હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારો) દેશવિરતિને (શ્રાવકધર્મને) અને સર્વવિરતિને (સાધુધર્મને) બન્નેને ચૂકે છે, હારે છે, અર્થાત્ બન્નેથી ભ્રષ્ટ થાય છે.’’ जो जहवायं न कुणइ, मिच्छद्दिठ्ठी तओ हु को अन्नो ? । वुड्डेइ अ मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥ ५०४ ॥

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344