Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 332
________________ ભાવપૂજાની શ્રેષ્ઠતા दो चेव जिणवरेहि, जाइजरामरणविष्पमुक्केहिं । . लोगम्मि पहा भणिया, सुस्समण सुस्सावगो वा वि ॥४९१॥ * અર્થ–“જાતિ (જન્મ), જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ તેનાથી મુક્ત થયેલા એવા જિનવરોએ આ લોકમાં બે જ માર્ગ કહેલા છે–એક સુશ્રમણ (સુસાધુ) ઘર્મ અને બીજો સુશ્રાવક ઘર્મ. તેમજ “અપિ” શબ્દથી ત્રીજો સંવિગ્ન પક્ષ પણ ગ્રહણ કિરવો.” भावच्चणमुग्गविहारया, य दव्वच्चणं तु जिणपूआ। भावच्चणाउ भट्ठो, हविज दव्वच्वणुज्जुत्तो ॥४९२॥ અર્થ-“ઉગ્રવિહારતા (શુદ્ધ યતિમાર્ગનું પાલન કરવું) તે ભાવાર્ચનભાવપૂજા કહેવાય છે, અને જિનબિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. તેમાં જો ભાવપૂજાથી એટલે યતિઘર્મના પાલનથી ભ્રષ્ટ (અસમર્થ) થાય તો તેણે દ્રવ્યપૂજામાં (શ્રાદ્ધઘર્મમાં) ઉદ્યમવંત થવું, શ્રાદ્ધઘર્મનું પાલન કરવું.” जो पुण निरच्वणो च्चिअ, सरीरसुहकअमित्ततल्लिच्छो। तस्स न हि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥४९३॥ અર્થ-“પણ જે પુરુષ નિરર્ચન એટલે દ્રવ્યપૂજા અને ભાવપૂજાથી રહિત જ હોય તથા નિચે શરીરના સુખકાર્યમાં જ માત્ર લોલુપ (તત્પર) હોય તેવા પુરુષને બોધિનો લાભ થતો નથી એટલે આવતા ભવમાં ઘર્મની પ્રાપ્તિ થતી નથી. તેની સદ્ગતિ (મોક્ષગતિ) થતી નથી, તથા તેને પરલોક પણ (પરભવમાં દેવપણું કે મનુષ્યપણું) પ્રાપ્ત થતો નથી.” દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજા શ્રેષ્ઠ છે તે બતાવે છે. ____ कंचणमणिसोवाणं, थंभसहस्सूसिअं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥४९४॥ .'. અર્થ-કાંચન (સવણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં) વાળું હજારો સ્તંભોએ કરીને ઉદ્ભૂિત એટલે વિસ્તારવાળું અને સુવર્ણની ભૂમિ (તળ) વાળું જિનગૃહ (જિનમંદિર) કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ તપ અને સંયમનું પાલન કરવું એ અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. निब्बीए दुभिक्खे, रना दीवंतराउ अन्नाओ । आणेऊणं बीअं, इह दिन्नं कासवजणस्स ॥४९५॥ અર્થ–“આ નિર્બીજ એટલે બીજ પણ ન મળી શકે એવા દુષ્કાળ સમયમાં રાજાએ લોકોને માટે બીજા દ્વીપમાંથી બીજ અણાવીને (મંગાવીને) કર્ષક લોકને એટલે ખેડૂતોને આપ્યું.

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344