________________
(૭૧) કૂર્મની કથા
૩ર૩ શિયાળ રહેતા હતા. તે મહાપ્રચંડ અને ભયંકર (જૂર) કર્મ કરનાર હતા. એકદા તે દ્રહમાંથી બે કૂર્મ (કાચબા) બહાર નીકળ્યા. તેમને પેલા દુષ્ટ શિયાળોએ જોયા. તેથી તે કૂર્મ તરફ તેમને મારવા દોડ્યા. તે શિયાળોને આવતાં જોઈને બન્ને કૂર્મી પોતાના અંગોને સંકોચીને રહ્યા. શિયાળોએ આવીને તે કૂર્મોને ઊંચા કર્યા, પછાડ્યા, ઘણા નખના પ્રહાર દીઘા, તેમને મારવા માટે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે કાચબાઓએ પોતાનું એકે અંગ બહાર કાઢ્યું નહીં, તેથી તે ભેદ ન પામ્યા. એટલે તે બન્ને માયાવી શિયાળ થાકીને નજીકના ભાગમાં સંતાઈ રહ્યા. થોડી વારે એક કાચબાએ તેમને ગયેલા ઘારીને પોતાનાં અંગો બહાર કાઢ્યાં. તે પેલા પાપી શિયાળોએ જોયું. પેલા કાચબાએ ધીરે ધીરે ચારે પગ તથા ગ્રીવા વગેરે સર્વ અંગો બહાર કાઢ્યાં. એટલે તરત જ અકસ્માતુ આવીને તે શિયાળોએ તેને ગ્રીવામાંથી પકડી પૃથ્વી પર નાંખી નખના પ્રહારથી તેને મારીને ખાઈ ગયા. તેને મરી ગયેલો જાણી પેલા બીજા કાચબાએ પોતાના અંગો વઘારે વઘારે સંકોચી લીધાં. પેલા દુષ્ટ શિયાળોએ તેને મારવા માટે ઘણા ઉપાયો કર્યા, તોપણ તેને કાંઈ કરી શક્યા નહીં. ઘણી વારે થાકીને તે શિયાળ દૂર ચાલ્યા ગયા. પછી તે કાચબો તેમને ઘણા દૂર ગયા જાણીને પ્રથમ પોતાની ગ્રીવા જરા બહાર કાઢીને ચોતરફ જોવા લાગ્યો. એટલે તેમને વઘારે દૂર ગયા જાણીને એકદમ ચારે પગ બહાર કાઢી તરત જ જલદીથી દોડતો મુદ્દગંગા નામના હૃદમાં પેસી ગયો અને પોતાના કુટુંબને મળી સુખી થયો. * આ દ્રષ્ટાંત પ્રમાણે જે સાધુ પોતાનાં અંગોપાંગને ગોપવીને તેનું રક્ષણ કરે છે, તેને કુમાર્ગમાં પ્રવર્તાવતા નથી, તે મોક્ષસુખને પામે છે, અને જે પોતાનાં અંગોપાંગનું સંગોપન કરતા નથી તે બીજા કાચબાની જેમ દુઃખનું પાત્ર થાય છે. *
કથાઓ સંપૂર્ણ પ - विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च । ... जंजस्स अणिट्ठम-पुछिओ य भासंन भासिजा ॥४८५॥
અર્થ–“સ્ત્રીકથાદિક વિકથાને, વિનોદભાષાને (કૌતુથી વાર્તા કહેવી તેને), અંતર ભાષાને (ગુરુ બોલતા હોય, તેની વચ્ચે બોલવું તેને), અવાક્ય ભાષાને નહીં બોલવા લાયક મકાર, ચકારાદિક ભાષાને), અનિષ્ટકારી ભાષાને તથા કોઈએ પૂછ્યા વિના બોલવું તે અપૃષ્ટભાષાને સારા સાઘુ કદી પણ બોલતાં નથી.”
अणवट्ठियं मणो जस्स, झायइ बहुयाइं अट्टमट्टाई ।
तं चिंतिअंच न लहइ, संचिणइ य पावकम्माई ॥४८६॥ અર્થ-“જેનું અનવસ્થિત (અતિ ચપલ) મન ઘણા દુષ્ટ વિચારોને હૃદયમાં ચિંતવે છે, તે ચિંતિતને મનોવાંછિતને) પામતો નથી, પણ ઊલટાં દરેક સમયે