Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 340
________________ ગ્રંથની ઉપયોગિતા કોને? અર્થ-“શત્કાદિક વડે શુદ્ધ (રાજાનો કર (દાણ) તથા બીજો ખર્ચ કાઢ્યા પછી રહેતો) લાભ પ્રાપ્ત થાય તેમ હોય તો વણિક ચેષ્ટા (વેપાર) કરે છે; એવી જ રીતે ગીતાર્થ મુનિ પણ શાસ્ત્રના જ્ઞાનથી આય એટલે લાભને જોઈને આચરણ કરે છે, અર્થાત્ અલ્પ દોષવાળું અને બહુ લાભવાળું કાર્ય યતનાપૂર્વક કરે છે.” आमुक्कजोगिणो च्चिअ, हवइ थोवा वि तस्स जीवदया। .. संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ અર્થ–“નિરો ચોતરફથી સર્વ પ્રકારે મૂક્યા છે સંયમના યોગ (વ્યાપાર) જેણે એવા તે સાધુના હૃદયમાં થોડી પણ જો જીવદયા હોય, તો તે સંવિગ્ન પક્ષવાળા સાઘુવર્ગની યતના (જીવદયા) તીર્થકરોએ જોયેલી છે, અર્થાત્ તે સંવિગ્નપક્ષી મોક્ષાભિલાષી હોવાથી તેની યતના તીર્થંકરોએ પ્રમાણરૂપ ગણી છે.” .. किं मूसगाण अत्थेण? किं वा कागाण कणगमालाए?। - મોહમવિકિસાઈ, વિંઝુવાછાણ? ' અર્થ–“મૂષકોને સુવર્ણ વગેરે અર્થ (ઘન) વડે કરીને શું પ્રયોજન છે? મૂષક (ઉંદર) પાસે ઘન હોય તો તેથી તેનું શું કાર્ય સાથી શકાય? કાંઈ જ નહીં. અથવા કાગડાઓને સુવર્ણની માળા વડે શું પ્રયોજન છે? કાગડા પાસે સુવર્ણની માળા હોય તો તેથી તેને શો ફાયદો? કાંઈ જ નહીં. તેવી જ રીતે મોહમળ (મિથ્યાત્વાદિક કર્મરૂપી મળ) વડે લીંપાયેલા પ્રાણીઓને આ ઉપદેશમાળા (ઉપદેશની પરંપરા) વડે શું પ્રયોજન છે? અર્થાત્ બહુલકર્મીને આ ઉપદેશમાળા કાંઈ પણ કામની નથી.” - चरणकरणालसाणं, अविणयबहुलाण सयय जोगमिणं । .... न मणी सयसाहस्सो, आबज्झई कुच्छभासस्स ॥५३०॥ અર્થ–“પાંચ મહાવ્રતાદિક ચરણ અને પિંડવિશુક્યાદિક કરણમાં આળસુ તથા અવિનય વડે બહુલ એટલે ઘણા અવિનયવાળા એવા પુરુષોને આ ઉપદેશમાળા પ્રકરણ સદા અયોગ્ય છે, અર્થાત્ તેઓને આ ઉપદેશ આપવા યોગ્ય નથી. કેમકે સો હજાર (લાખ)ના મૂલ્યવાળો મણિ કુત્સિત ભાષાવાળા કાગડાને (કાગડાની કોટે) બાંઘવા લાયક નથી.” नाऊण करयलगया-ऽऽमलं व सब्भावओ पहं सव्वं । धम्मम्मि नाम सीइआइ त्ति कम्माई गुरुआई ॥५३१॥ અર્થ–“કરતલમાં રહેલા આમલકની (આમળાની) જેમ અથવા અમલ એટલે પાણીની જેમ સદ્ભાવથી (સત્ય બુદ્ધિથી) સર્વ (જ્ઞાનાદિરૂપ) મોક્ષમાર્ગ જાણીને પણ આ જીવ ઘર્મમાં (નામ સંભાવનાને અર્થે છે) પ્રમાદી થાય છે તેમાં તે

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344