________________
૩૩૫
ગ્રંથનું અંત્ય મંગલ
उबएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए।
सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ॥५३६॥ અર્થ–“આ ઉપદેશમાળાને જે પુરુષ ભણે છે, શ્રવણ કરે છે અથવા હૃદયમાં ઘારણ કરે છે એટલે હૃદયમાં તેના અર્થની ભાવના કરે છે તે પુરુષ આત્મહિત (આ લોક તથા પરલોકના હિત) ને જાણે છે, અને તેને જાણીને શુભ એટલે સમ્યફ પ્રકારે તે હિતનું આચરણ કરે છે.”
धंतमणिदामससिगय-णिहि पयपढमक्खराभिहाणेण । उवएसमालपगरण-मिणमो रइअं हिअट्ठाए ॥५३७॥
અર્થ “દંત, મણિ, દામ, સીસ, ગય અને શિહિ એટલા પદોના જે પ્રથમ અક્ષરો ધંકાર, મકાર, દાકાર, સકાર, ગકાર, અને શિકાર તેના વડે જેનું નામ જણાય છે એવામાં એટલે ઘર્મદાસગણિએ આ ઉપદેશમાળા પ્રકરણ પોતાના અને પરના ભવ્ય જીવોના) હિતને માટે રચ્યું છે.”
जिणवयणकप्परुक्खो, अणेगसुत्तत्थसालविच्छिन्नो।
तवनियमकुसुमगुच्छो, सुग्गइफलबंधणो जयइ ॥५३८॥
અર્થ–“અનેક સૂત્રાર્થરૂપી શાખાઓ વડે વિસ્તાર પામેલો, તપ અને નિયમરૂપી પુષ્પોના ગુચ્છાવાળો તથા દેવ-મનુષ્યરૂપ સદ્ગતિરૂપી ફળની નિષ્પત્તિવાળો (સદગતિને બંઘાવનારો) આ જિનવચન (દ્વાદશાંગી) રૂપ કલ્પવૃક્ષ (મનવાંછિત ફળ આપનાર) જય પામે છે–સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.” * ગોગા કુલદવેગમાન, પરોગપત્યિનારા " સંવિવિવાળ, વાયવ્વા વહુ સુકા રાવરૂ II 1. અર્થ–“સુસાઘુઓને, વૈરાગ્યવાળા શ્રાવકોને અને પરલોકના સાઘનમાં પ્રસ્થિત થયેલાં (ઉદ્યમવાળા) એવા સંવિગ્ન પક્ષવાળાઓને યોગ્ય એવી આ ઉપદેશમાળા બહુશ્રુતને (પંડિતોને) આપવા યોગ્ય છે. એટલે આ ઉપદેશમાળા પંડિતોને જ આનંદ આપનારી છે, પણ મૂર્ખને આનંદ આપનારી નથી.” મૂળ ગ્રંથ અહીં પૂરો થાય છે. હવે પછીની ગાથાઓ ટીકાકારની લાગે છે.
इय धम्मदासगणिणा, जिणवयणुवएसकजमालाए। ... माल व्व विविहकुसुमा, कहीआ य सुसीसवग्गस्स ॥५४०॥
અર્થ–“આ પ્રમાણે શ્રીઘર્મદાસગણિએ (શ્રીધર્મદાસગણિ નામના આચાર્ય મહારાજે) જિનવચનના ઉપદેશના કાર્યની માલા (પરંપરા) વડે પુષ્પમાળાની જેમ