________________
૩ર.
ઉપદેશમાળા
केहि वि सव्वं खइयं, पइन्नमन्नेहिं सव्वमद्धं च । 1. કુસુમાયે વે, વિરે લુદ્દતિ સંતત્યા ૪૧દા,
અર્થ–બતે રાજાએ આપેલા બીજને કેટલાક બધું ખાઈ ગયા, કેટલાક ખેડૂતોએ તે સર્વ બીજને વાવીને ઉગાડ્યું, કેટલાકે અધું ખાવું ને અર્થે વાવ્યું, તથા કેટલાક ખેડૂતો વાવીને પછી જ્યારે તે ઊગ્યું કે તરત જ એટલે પૂરું પાડ્યા પહેલાં જ ત્રાસ પામીને એટલે પાછળથી રાજસેવકો આ ઘાન્ય લઈ જશે એવા ભયથી તે ઘાન્ય પોતાને ઘેર લઈ જવા માટે ક્ષેત્રમાં કૂટવા લાગ્યા, કૂટીને દાણા કાઢવા લાગ્યા. તેને પણ રાજસેવકોએ ગુનેગાર ગણી પકડ્યા અને ઘણું દુઃખ આપ્યું.” હવે આ બે ગાથામાં કહેલા દ્રષ્ટાંતનો ઉપાય બતાવે છે–
राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो ।
खित्ताई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥४९७॥ અર્થ–“જિનવરચંદ્રને (તીર્થંકરદેવને) રાજા જાણવા, ઘર્મરહિત કાળને નિર્બીજ સમય જાણવો, પંદર કર્મભૂમિને ક્ષેત્રો જાણવાં, તથા કર્ષક (ખેડૂત) વર્ગ ચાર પ્રકારનો જાણવો– અસંયત, દેશવિરતિ, સંયત અને પાર્શ્વસ્થ એ રૂપ ચાર પ્રકારના જીવોને ખેડૂત વર્ગ જાણવો. . अस्संजएहिं सव्वं, खइअं अद्धं च देसविरएहि ।
साहूहिं धम्मबीअं, वुत्तं नीअं च निष्फंति ॥४९८॥ અર્થ–“હવે તે અરિહંત રાજાએ ઘર્મરૂપી બીજ ચારે વર્ગના કર્ષકોને આપ્યું, તેમાં અસંયત (વિરતિ રહિત) પુરુષો તે ઘર્મબીજ બધું ખાઈ ગયા, અને દેશવિરતિવાળા એટલે સ્થૂલ પ્રાણાતિપાત થકી વિરતિ વગેરે વ્રતને ધારણ કરનાર શ્રાવકોએ અર્થે ઘર્મબીજ ખાવું અને અર્થે વાવ્યું, સાઘુઓએ તે વિરતિઘર્મરૂપી બીજ બધું આત્મારૂપી ક્ષેત્રમાં વાવ્યું અને તેને નિષ્પત્તિ (ઉત્પત્તિ) પમાડ્યું એટલે સારી રીતે તેનું પાલન કર્યું.”
जे ते सव्वं लहिउं, पच्छा खुटुंति दुब्बलधिइया ।
तवसंजमपरितंता, इह ते ओहरिअसीलभरा ॥४९९॥ અર્થ–“તથા જેઓ પાર્થસ્થાદિક છે, વિરતિઘર્મરૂપી સર્વ બીજને પામીને પછીથી જેઓનું ધૈર્ય દુર્બલ છે, તપ અને સંયમ વડે જે ખેદ પામેલા છે, થાકી ગયેલા છે અને જેમણે શીલ(સંયમ)ના ભારનો ત્યાગ કર્યો છે એવા તે પાર્શ્વસ્થાદિક આ જિનશાસનમાં પોતાના આત્મારૂપી ક્ષેત્રમાં જ તે ઘર્મબીજને ફૂટે છે, વિનાશ પમાડે છે.”