Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 337
________________ ૩૩૦ ઉપદેશમાળા सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओ वि गुणकलिओ । મોલશષરળરળો, સુાફ સંવિષવાર્ફ ।।૧૧। અર્થ—“સારા ચારિત્રવાળો યંતિ (સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિ ગુણોએ કલના કરેલો (જ્ઞાનાદિ ગુણ સહિત) સુશ્રાવક પણ શુદ્ધ થાય છે; તથા શિથિલ છે ચરણ અને કરણ જેનું એવો સંવિગ્ન પક્ષની રુચિવાળો પણ શુદ્ધ થાય છે. (સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવાળા સાધુઓ, તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેને રુચિ છે તે પણ શુદ્ધ થાય છે.)’ संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा, वि जेण कम्मं विसोहंति ॥५१४ ॥ અર્થ—“સંવિગ્ન સાધુઓનો જેમને પક્ષ છે, એટલે જેઓ સંવિગ્નના ક્રિયાનુષ્ઠાનમાં આસક્ત છે તેવા પુરુષોનું (સંવિગ્નપક્ષીનું) લક્ષણ સમાસથી (સંક્ષેપથી) તીર્થંકરોએ આ પ્રમાણે કહેલું છે કે જેના વડે ચરણ અને કરણમાં શિથિલ થયેલા મનુષ્યો પણ જ્ઞાનાવરણાદિક કર્મને શુદ્ધ કરે છે, ખપાવે છે.’’ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणीओ ॥ ५१५ ॥ અર્થ—“શુદ્ધ (નિર્દોષ) એવા સાધુ ધર્મની લોકો પાસે પ્રરૂપણા કરે, અને પોતાના આચારની, શિથિલપણા વગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુઓની પાસે સર્વથી પણ લઘુ થાય એટલે તરતના દીક્ષિત સાધુથી પણ પોતાના આત્માને લઘુ માને.’ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेय । अत्तट्ठा न वि दिक्खई, देइ सुसाहूण बोहेउं ॥ ५१६ ॥ અર્થ—“વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે, પણ તેમની પાસે પોતાને વંદાવે નહીં, તેમનું કૃતિકર્મ (વિશ્રામણા વગેરે વૈયાવૃત્ય) કરે, પણ તેમની પાસે પોતાની વિશ્રામણા વગેરે કરાવે નહીં; અને પોતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવા માટે) આવેલા શિષ્યને પોતે દીક્ષા આપે નહીં, પણ તેને પ્રતિબોધ પમાડીને સુસાધુ પાસે મોકલે, તેની પાસે દીક્ષા અપાવે, પણ પોતે આપે નહીં.’’ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डुई सयं च ॥५१७॥ અર્થ—ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન એટલે શિથિલ છતાં પણ જે પોતાને માટે બીજાને દીક્ષા આપે છે તે તેને (શિષ્યને) અને પોતાના

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344