Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 327
________________ ૩૨૦ ઉપદેશમાળા પ્રમાણે પોતે કરતો નથી તેથી તે નાશ પામે છે. એટલે વાઘના મુખમાં પેસીને તે પક્ષી માંસ કાઢે છે એટલો બધો વાઘનો વિશ્વાસ રાખવાથી બીજા પક્ષીઓએ તેને વાર્યા છતાં પણ તે વાઘનાં જ મુખમાં નાશ પામે છે. તે પ્રમાણે અન્ય મનુષ્ય પણ જેઓ પોતે સદુપદેશ આપે છે, પરંતુ પોતે તેવું આચરણ કરતા નથી તેઓને માસાહસ પક્ષીની તુલ્ય જાણવા; એટલે તેઓ પણ નાશ પામે છે.” परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहिसिऊण परमत्थं । . तं तह करेइ जह तं, न होई सव्वं पि नडपढियं ॥४७३॥ અર્થ-“ગ્રન્થાર્થના વિસ્તારનું પરાવર્તન કરીને (સૂત્રાર્થને સારી રીતે ગોખીને) તથા પરમાર્થની (તત્ત્વાર્થની) સારી રીતે પરીક્ષા કરીને પણ બહુલકમ જીવ તે સુત્રાર્થને તેવો કરે છે કે જેથી તે મોક્ષરૂપ કાર્યસાઘક ન થાય, પરંતુ તે સર્વ (સૂત્રાથી પણ નટના ભણ્યા (બોલ્યા) જેવું નિષ્ફળ થાય. જેમ નટનું ઉપદેશયુક્ત બોલેલું વ્યર્થ છે, એટલે તેને કોઈ પણ ગુણકારી નથી તેમ બહુલકર્મીનું સૂત્રાર્થ પઠનાદિક સર્વ વ્યર્થ છે. पढइ नडो वेरग्गं, निविजिना य बहुजणो जेण । '. पढिऊण तं तह सढो, जालेण जलं समोअरइ ॥४७४॥ અર્થ–“જે નટ હોય છે તે વૈરાગ્યની એવી વાતો કહે છે કે જેથી ઘણા લોકો નિર્વેદ (વૈરાગ્ય) પામે છે તેવી રીતે મૂર્ખ માણસ સૂત્રાર્થ ભણીને પણ (ઉપદેશ આપીને પણ) પછીથી તે પ્રમાણે વર્તતા નથી, પરંતુ માછલાં પકડવા માટે જાળ લઈને જળમાં ઊતરે છે, અર્થાત્ મૂર્ખ માણસ સૂત્રના અધ્યયનને વિપરીત આચરણ કરવાથી વ્યર્થ કરે છે. कह कह करेमि कह मा, करेमि कह कह कयं बहुकयं मे। जो हिययसंपसारं, करेइ सो अइ करेइ हियं ॥४७५॥ ' અર્થ–“હું કેવી રીતે ઘર્માનુષ્ઠાન કરું? કેવી રીતે ન કરું? અને કેવી રીતે કરેલું તે ઘર્માનુષ્ઠાન મને બહુ કરેલું એટલે ઘણું ગુણકારી થાય? આવી રીતે જે પુરુષ હૃદયમાં સંપ્રસાર (આલોચના-વિચાર) કરે છે તે પુરુષ અત્યંત આત્મહિત કરે છે (કરી શકે છે).” सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसो होजा?॥४७६॥ અર્થ–“શિથિલ, અનાદર વડે (આદરરહિત) કરેલો, અવશપણાથી એટલે ગુરુની પરતંત્રતાથી કરેલો અને કાંઈક પોતાની સ્વતંત્રતાથી કરેલો, તથા કૃતાપકૃત એટલે કાંઈક કરેલો અને કાંઈક વિપરીત કરેલો એટલે વિરાઘેલાં એવો નિરંતર

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344