Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 310
________________ (૬૮) દર્દુરાંક દેવની કથા बहुदोससंकिलिट्ठो, न वरं मइलेइ चंचलसहावो । સુકુ વિ વાયામંતો, ાયં ન રેફ વિધિ મુળ ૪રૂ૮॥ અર્થ—“રાગદ્વેષરૂપી ઘણા દોષો વડે સંક્લિષ્ટ (ભરેલો) એટલે દુષ્ટ ચિત્તવાળો અને જેનો સ્વભાવ (અભિપ્રાય) ચંચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવો પુરુષ અત્યંત પરીસહાદિક કષ્ટને સહન કરતો સતો પણ માત્ર કાયાથી કાંઈ પણ (થોડો પણ) કર્મક્ષયાદિરૂપ ગુણને કરતો નથી, મેળવતો નથી; 7 વર્ં એટલે ઊલટો તે પોતાના આત્માને મલિન કરે છે. 303 केसिं चि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेसिं । दद्दुरदेविच्छाए, अहियं केसिं चि उभयं पि ॥ ४३९ ॥ અર્થ—દર્દુર દેવની ઇચ્છામાં કેટલાકનું મરણ જ શ્રેષ્ઠ છે, કેટલાકનું જીવન જ શ્રેષ્ઠ છે, કેટલાકનું જીવિત અને મરણ બન્ને શ્રેષ્ઠ છે, અને કેટલાકનું જીવિત અને મરણ બન્ને અહિતકારક છે. આ ગાથાનો સવિસ્તર ભાવાર્થ દર્દુરાંક દેવની કથાથી જાણવો.’’ દર્દુરાંક દેવની કથા પ્રથમ દર્દુરાં દેવના પૂર્વભવનું સ્વરૂપ કહે છે— કૌશાંબી મહાપુરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો, તે વખતે તે ‘ગામમાં એક સેડુક નામનો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી ગર્ભવતી થઈ. જ્યારે તેનો પ્રસૂતિસમય નજીક આવ્યો, ત્યારે તેણે પોતાના પતિને કહ્યું કે ‘મારો પ્રસૂતિકાળ સમીપ આવ્યો છે, માટે મને ઘી, ગોળ વગેરે લાવી આપો.' ત્યારે સેડુક બોલ્યો કે મારી પાસે એવી કોઈ પણ જાતની કળા નથી, તેથી દ્રવ્ય વિના ઘી, ગોળ ક્યાંથી લાવું?” તે સાંભળીને તે બોલી કે ‘જો કાંઈ પણ કળા ન હોય તો પણ ઉદ્યમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે— प्राणिनामन्तरस्थायी, न ह्यालस्य समो रिपुः । न ह्युद्यमसमं मित्रं यं कृत्वा नावसीदति ॥ પ્રાણીઓનો પોતાના અંતઃકરણમાં રહેલો આળસ જેવો બીજો કોઈ શત્રુ નથી, અને ઉદ્યમ સમાન બીજો કોઈ મિત્ર નથી, કે જે (ઉદ્યમ) કરવાથી પ્રાણી કદી પણ સિદાતો નથી, ખેદ પામતો નથી.’ આ પ્રમાણે પોતાની સ્ત્રીનું વાક્ય સાંભળીને તે સેડુકે એક ફળ લઈ રાજાની સભામાં જઈ રાજાને તે ભેટ કર્યું. એવી રીતે હંમેશાં તે રાજ્યસભામાં ફળ લઈ જઈને શતાનીક રાજાની સેવા કરવા લાગ્યો. એકદા કંઈ કારણથી ચંપા નગરીના રાજા દધિવાહને આવીને કૌશાંબી

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344