Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 321
________________ ૩૧૪. ઉપદેશમાળા सव्वो गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोगवीरस्स। संभंतमउडविडवो, सहस्सनयणो सययमेइ ॥४५६॥ અર્થ–“સર્વ જીવ ગુણો વડે જ ગણ્ય (માનનીય) થાય છે. જેમકે સત્ત્વાદિક ગુણોથી અધિક અને લોકવીર એટલે લોકમાં પ્રસિદ્ધ એવા મહાવીરસ્વામીને, ચપળ છે મટનો પ્રાન્ત ભાગ જેનો એવો સહસ્ત્ર નેત્રવાળો ઇન્દ્ર પણ, નિરંતર વંદના કરવા આવે છે માટે ગુણવાનપણું જ પૂજ્યપણામાં હેતુ છે, એમ સિદ્ધ થાય છે.” . चोरिक्कवंचणा कूड-कवडपरदार दारुणमइस्स। तस्स च्चिय तं अहियं, पुणो वि वेरं जणो वहइ ॥४५७॥ અર્થ–“ચોરી, વંચના (પરને છેતરવું, કૂટ (મૃષા બોલવું), કપટ (માયા કરવી) તથા પરસ્ટીસેવન એટલાં પાપસ્થાનોમાં જેની દારુણ મતિ (મલિન મનની પ્રવૃત્તિ) છે એવા તે પુરુષને નિચે તે પૂર્વે કહેલા પાપના આચરણ અહિતકારી એટલે નરકનાં હેતુભૂત છે એમ જાણવું; તેમજ તેવા પુરુષ પર લોકો પણ વેર(ઢષ)ને વહન કરે છે, ઘારણ કરે છે, માટે તેવું આચરણ કરવું નહીં.” ___ जइ ता तणकंचण-लेटुरयणसरिसोवमो जणो जाओ। . तइया नणु वुच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ॥४५८॥ અર્થ–“જ્યારે તૃણ અને કંચન, લેણું (ઢ) અને રત્ન તેમાં સમાન ઉપમાવાળો માણસ થાય, એટલે કે જ્યારે માણસની તૃણ તથા કાંચનમાં અને પથ્થર તથા રત્નમાં સમાન બુદ્ધિ થાય, ત્યારે ખરેખર (પારકું) દ્રવ્ય હરણ કરવાનો તેનો અભિલાષ તૂટી ગયો છે એમ સમજવું.” आजीवगगणनेया, रजसिरिं पहिऊण य जमाली । हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ॥४५९॥ અર્થ–“રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તથા શબ્દ સિદ્ધાંતનો અભ્યાસ કરીને પણ શ્રી મહાવીર સ્વામીનો જમાઈ જમાલિ કે જે આજીવક એટલે કેવળ વેષને ઘારણ કરીને તેના વડે આજીવિકા જ કરનારા એવા નિહ્નવોના સમૂહનો નેતા થયો હતો, તેણે જો આત્માને હિતકારક એવું ઘર્માનુષ્ઠાન કર્યું હોત, તો તે આ લોકમાં જિનશાસનમાં વચનીયતા (નિંદા) ન પામત; અર્થાત્ ઘર્માનુષ્ઠાન નહીં કરવાથી તે નિંદાપાત્ર થયો એમ ન થાત.” અહીં જમાલિનું દ્રષ્ટાંત જાણવું.. જમાલિની કથા કુંડપુર નગરમાં જમાલિ નામનો એક મોટી ઋદ્ધિવાળો ક્ષત્રિય રહેતો હતો. તે યુવાવસ્થા પામ્યો ત્યારે શ્રી મહાવીર સ્વામીની પુત્રી સાથે પરણ્યો, તથા બીજી

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344