Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 319
________________ ૩૧૨ ઉપદેશમાળા પશુઓનાં રસ્તુમય બંઘનો (દામણ, મોરી, પગ બાંઘવાનાં દોરડા વગેરે), ઉદ્ભૂલ એટલે પશુઓને ગળે બાંઘવાનું દોરડું તથા પશુઓને ગળે બાંઘવાની ઘંટડીઓ ઇત્યાદિ પશુને યોગ્ય એવાં ઉપકરણોને અશ્રાંતપણે એકઠાં કરે છે; પરંતુ પોતાને ઘરે તો ચતુષ્પદ એટલે ગાય, ભેંસ, વગેરે તથા પશુઓ એટલે બકરી બોકડા વગેરે કાંઈ નથી. તો તે બઘા ઉપકરણો એકઠાં કરવા વ્યર્થ છે તેવી જ રીતે અવિવેકી પુરુષ વસ્ત્રા પાત્ર અને દાંડો વગેરે ઉપકરણો યતના . રૂપ કાર્યને માટે ઉદ્યમવંત થઈને મેળવે છે અને તેને માટે જ એટલો ક્લેશ સહે છે, છતાં નિશ્ચ તે યતનાને જ તે મૂર્ખ માણસ કરતો નથી, તો તે મૂર્ખને ઉપરના પશુ વિના પશનાં ઉપકરણો મેળવનાર જેવો જાણવો. અર્થાત યતનાને જ માટે ઉપકરણો મેળવવાની જરૂર છે, છતાં તે મેળવીને પછી યતના જ જો ન કરે તો તે ઉપકરણો એકઠાં કરવા વ્યર્થ છે.” अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि। વાતિ અરતિ ય, પિત્તળ ના યા ત્યે ૪૪તા ' અર્થ–“અરિહંત (રાગદ્વેષ રહિત) ભગવાન (જ્ઞાની) મનુષ્યોને બળાત્કારે હાથ પકડીને આ સંસારમાં કાંઈ પણ થોડું પણ) તેના અહિતનું નિવારણ કરાવતા નથી, તેમજ તેના હિતને કરાવતા નથી. અર્થાત્ જેમ રાજા માણસને હાથ પકડીને બળાત્કારે પોતાની હિતકારી આજ્ઞા મનાવે છે, પળાવે છે અને અહિતકારી માર્ગ છોડાવે છે તેમ અરિહંત ભગવાન કરતા નથી.” ત્યારે તે શું કરે છે તે કહે છે उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं। देवाण वि हुंति पहू, किमंग पुण मणुअमित्ताणं ॥४४९॥ અર્થ–“પરંતુ તેઓ તેને મનુષ્યને) ઉપદેશ આપે છે, કે જે ઉપદેશ પ્રમાણે વર્તવાથી કીર્તિના સ્થાનરૂપ એવા દેવોનો પણ તે પ્રભુ (સ્વામી) થાય છે; તો પછી હે અંગ! (હે શિષ્ય !) મનુષ્યમાત્રનો સ્વામી થાય, તેમાં તો શું આશ્ચર્ય!” वरमउडकिरीडधरो, चिंचइओ चवलकुंडलाहरणो। सक्को हिओवएसा, एरावणवाहणो जाओ ॥४५०॥ અર્થ–“વર (પ્રઘાન) છે મઉડ એટલે આગળનો ભાગ જેનો એવા કિરીટને ઘારણ કરનાર શ્રેષ્ઠ મુકુટને ઘારણ કરનાર), બાહુરક્ષા (બાજુબંધ, બેરખા) વગેરે આભરણોથી શોભિત તથા કર્ણમાં ચપળ કુંડળના આભરણને ઘારણ કરનાર એવો શક્રેન્દ્ર હિતોપદેશથી એટલે જિનેશ્વરના હિતકારી ઉપદેશથી (ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી) એરાવણના વાહનવાળો થયો; એટલે કાર્તિક શેઠના ભવમાં જિનેશ્વરનો હિતકારી ઉપદેશ અંગીકાર કરવાથી તેણે ઇન્દ્રપણું પ્રાપ્ત કર્યું.”

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344