________________
(૬૯) સુલસની કથા
૩૧૧
તારા પિતાની જેમ હંમેશાં પાંચસો પાડાનો વધ કરીને કુટુંબનું પોષણ કર અને આપણા કુટુંબની રીતિ પ્રમાણે વર્તી સર્વ કુટુંબમાં મોટો થા.' એ પ્રમાણે કુટુંબીઓનું વાક્ય સાંભળીને સુલસ બોલ્યો કે “એ પાપકર્મ હું કદી કરવાનો નથી. કેમકે તેવું પાપ કરીને હું નરકે જાઉં, તે વખતે મારો કોઈ આધાર થવાનું નથી. જિહ્વાના સ્વાદને માટે થઈને જે પુરુષો આવી હિંસા કરે છે તેઓ અવશ્ય દુર્ગતિને પામે છે. જ્યારે એક કાંટો વાગવાથી પણ પ્રાણીને મોટું દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અનાથ અને અશરણ એવા પશુઓને શસ્રાદિક વડે મારવાથી તેમને દુઃખ ઉત્પન્ન થતું હશે તેનું તો કહેવું જ શું? માટે આવા પાપકર્મ વડે કુટુંબનું પોષણ કરવાથી સર્યું. મારે હિંસા કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી.’’
તે સાંભળી કુટુંબ વર્ગ બોલ્યો કે ‘તને જે પાપ લાગશે, તેના અમે પણ ભાગીદાર થઈશું; માટે તારે કુળક્રમાગત હિંસાનો ત્યાગ કરવો નહીં.' ઇત્યાદિ કુટુંબનો બહુ આગ્રહ જોઈને તેમને પ્રતિબોધ કરવા માટે સુલસે એક કુહાડી લઈને પોતાના પગ પર મારી, તેથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયો. થોડી વારે ચેતના (શુદ્ધિ) આવ્યા પછી પોકાર કરી તેણે સર્વ કુટુંબને બોલાવીને કહ્યું કે ‘મને ઘણી વેદના થાય છે, માટે તમે બધા થોડી થોડી વહેંચીને લઈ લો.’ તે સાંભળીને કુટુંબી બોલ્યા કે ‘બીજાની વેદના શી રીતે લઈ શકાય?' ત્યારે સુલસે કહ્યું કે ‘જ્યારે મારી આ વેદનામાંથી જરા પણ તમારાથી લઈ શકાતી નથી, ત્યારે મારું પાપ લેવાને તમે શી રીતે શક્તિમાન થશો ?’ આ પ્રમાણે કહીને પોતાની બુદ્ધિથી તેણે પોતાના આખા કુટુંબને પ્રતિબોધ પમાડ્યો.
પછી તે સર્વ વૃત્તાંત જાણીને અભયકુમાર સુલસને ઘેર આવી તેને સુખસાતા પૂછીને બોલ્યો—‘હે સુલસ ! તને ધન્ય છે. કેમકે તેં નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ હિંસામાં આદર કર્યો નહીં.' ઇત્યાદિક ઘણે પ્રકારે તેની પ્રશંસા કરીને અભયકુમાર પોતાને ઘેર ગયો. પછી સુલસ પણ શ્રાવકધર્મનું પાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગયો. એવી રીતે બીજાઓ પણ જેઓ પરને પીડા કરતા નથી તેઓ સ્વર્ગના સુખને પામે છે. // કૃતિ સુજ્ઞદૃષ્ટાંતઃ ॥ मूलग कुदंडगादा-मगाणि उच्छूल घंटिआओ य । पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पसू वि ॥४४६ ॥ तह वत्थपायदंडग— उवगरणे जयणक मुजत्तो । जस्सट्ठाए किलिस्सइ, तं चिय मूढो न वि करेइ ॥ ४४७॥ અર્થ—જેમ કોઈ વ્યક્તિ મૂલગ એટલે પશુઓને બાંઘવાના મોટા ખીલા, કુદંડગા એટલે નાના વાછરડાને બાંધવાની ખીલીઓ (કોલીડો), દામગ એટલે