________________
૨૧૦
ઉપદેશમાળા અર્થ–“પાપકર્મ કરનાર પુરુષોનું મરણ અહિતકારી (અઘમ) છે, અને જીવિત (પ્રાણનું ઘારણ) પણ અહિતકારી છે. કેમકે તેઓ મરણ પામીને પરભવે તમોરૂપ નરકકૂપમાં પડે છે (નરકે જાય છે, અને જીવતા સતા અનેક જીવોના વઘ વડે તે તે જીવોની સાથે વૈરભાવને વૃદ્ધિ પમાડે છે.”
अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसा वि। जे सुविइयसुगइपहा, सोयरियसुओ जहा सुलसो ॥४४५॥ .
અર્થ– “કોલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓએ સુગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે તેઓ પોતાના મરણને પણ ઇચ્છે છે, પરંતુ મનવડે પણ પરને પીડા ઉત્પન્ન કરતા નથી જ. મનમાં પણ પરને પીડા કરવાનું ચિંતવતા નથી, તો પછી વચન અથવા કાયા વડે તો કેમ જ ઇચ્છે? ન જ ઇચ્છે. જેમ સુલસે. પરંપડી ન કરી તેમ બીજા પણ તેવા સુવિદિત પુરુષો પરપીડા કરતા નથી.”
સુલસની કથા રાજગૃહ નગરમાં મહા ક્રૂર કર્મ કરનાર અને અઘર્મી કાલસૌકરિક નામે પશુવઘ કરનાર કસાઈ રહેતો હતો. તે હમેશાં પાંચસે પાડાનો વઘ કરતો હતો, અને તે વડે કુટુંબનું પોષણ કરતો હતો. તેને સુલસ નામે એક પુત્ર હતો. તે અભયકુમારના સંસર્ગથી શ્રાવક થયો હતો. કેટલેક કાળે કાલસૌકરિકના શરીરમાં એવા મોટા રોગો ઉત્પન્ન થયા કે જેની વેદનાને તે સહન કરી શકતો નહીં, તેથી તે અત્યંત વિલાપ અને પોકાર કરતો હતો. તેના સ્વજનો અનેક પ્રકારના ઔષધો કરતાં હતાં, પણ વેદના શાંત થતી નહોતી. '
એકદા પિતાના દુખથી દુઃખી થયેલા સુલસે અભયકુમારને તે વાત કહી, એટલે અભયકુમારે તેને કહ્યું કે “હે સુલસ!તારો પિતા મહાપાપી હોવાથી નરકમાં જવાનો છે, તેથી સારાં ઔષઘોથી તેને શાંતિ થશે નહીં, માટે તેનું તું મધ્યમ (હલકા પ્રકારનું, કનિષ્ઠ) ઔષઘ કર કે જેથી તેને કંઈક સુખ થાય.” આવી અભયકુમારે આપેલી બુદ્ધિથી સુલસે ઘેર આવી, પિતાના શરીર પણ વિણા વગેરે દુર્ગન્ધી વસ્તુઓનું વિલેપન કરાવ્યું, બોરડી અને બાવળ વગેરેનાં કાંટાની શવ્યા કરી તેમાં સુવાડ્યા, કડવાં કષાયેલાં ને તીખાં ઔષઘો પાવા માંડ્યાં; ગાય, ભેંસ વગેરેનાં મૂત્ર પાયાં, કૂતરા અને ભૂંડ વગેરેની વિષ્ટાનો ઘુમાડો દીઘો, તથા રાક્ષસ અને વેતાલ વગેરેનાં ભયંકર રૂપો દેખાડ્યાં. એવી રીતે કરવાથી તેના શરીરને મહા સુખ ઉત્પન્ન થયું, તેમજ તે પોતાના મનમાં પણ અત્યંત સુખ માનવા લાગ્યો. પછી તે કાલસીરિક મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો.
તેનું પ્રેતકાર્ય (મરણક્રિયા) કર્યા પછી સુલસને તેના કુટુંબે કહ્યું કે"તું પણ હવે