Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 309
________________ ૩૦૨ ઉપદેશમાળા તથા મરણ વડે અત્યંત દુર્ગ એટલે ગહન એવા ભવસાગરમાં પડ્યો સતો વારંવાર પરિભ્રમણ કરે છે, અનંતકાળ પરિભ્રમણ કરવારૂપ ફળને પામે છે.” जइयाऽणेणं चत्तं, अप्पणयं नाणदंसणचरितं । तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ॥४३४ ॥ અર્થ—“જ્યારે આ નિર્ભાગી જીવે આત્માને હિતકારક એવા જ્ઞાન દર્શન ચારિત્રનો ત્યાગ કર્યો, ત્યારે સમજવું કે તે જીવને પોતા સિવાય બીજા જીવો પ્રત્યે અનુકંપા નથી અર્થાત્ જે પોતાના આત્માનો હિતકારક નથી થતો તે બીજાઓનું હિત શી રીતે કરે ? પોતાના આત્મા પર દયા હોય તો જ બીજા જીવો પર દયાં થઈ શકે છે. (આત્મદયા મૂલક જ પરદયા છે.)’ छक्कायरिऊण अस्सं - जयाण लिंगावसेसमित्ताणं । बहुअस्संजमपवहो, खारो मइलेइ सट्टुअरं ॥ ४३५॥ અર્થ—“છજીવનિકાયના શત્રુ એટલે છકાયની વિરાધના કરનાર, અસંયત એટલે જેણે મન, વચન, કાયાના યોગને મોકળા (છૂટા) મૂકી દીઘા છે એવા તથા લિંગાવશેષમાત્ર એટલે કેવળ રજોહરણ વગેરે વેષને જ ઘારણ કરનારા એવા પુરુષોનો મોટો અસંયમ (અનાચાર) રૂપ પાપનો પ્રવાહ, ક્ષાર એટલે બાળેલા તલની ભસ્મની જેમ સુષુતર એટલે ગાઢ અથવા સમ્યક્ પ્રકારે પોતાના અને બીજાના આત્માને પણ મલિન કરે છે.’’ किं लिंगविडुरीधा-रणेण कजम्मि अट्ठिए ठाणे | રાયા ન હો સયમેવ, ધાયું રામરાડોને ૪૨૬ અર્થ—જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલો અને માત્ર પોતે જ એટલે હાથી ઘોડા વગેરેથી રહિત એકલો જ ચામરના આટોપ(આડંબર)ને ઘારણ કરતો સતો પણ રાજા હોતો નથી, થઈ શકતો નથી; તેવી જ રીતે કાર્યમાં એટલે સંયમની યતનામાં નહીં રહેલો એવો સંયમ રહિત સાધુ, લિંગ એટલે સાધુવેષ તેનો આડંબર માત્ર ધારણ કરવા વડે શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણ વિનાનો આડંબર કરવો વ્યર્થ છે, એ આ ગાથાનો તાત્પર્ય છે.” जो सुत्तत्थविणिच्छिय- कयागमो मूलउत्तरगुणेहिं । उव्वहइ सयाऽखलिओ, सो लिक्खई साहुलिक्खम्मि ॥४३७॥ અર્થ—સૂત્ર અને અર્થનો વિનિશ્ચય એટલે તથ્ય (સત્ય) જ્ઞાન, તેણે કરીને કર્યો છે આગમ જેણે અર્થાત્ જાણ્યું છે સિદ્ધાંતનું રહસ્ય જેણે એવો.(સિદ્ધાંતજ્ઞાતા) અને નિરંતર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને વહન કરનાર એવો સાધુ, સાધુના લેખામાં લખાય છે, સાધુ કહેવાય છે.’’

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344