________________
(૧૮) ક્રાંક દેવની કથા
૩૦૫ વચનો સાંભળીને સેતુકને ક્રોઘ ચડ્યો, તેથી તેણે વિચાર કર્યો કે આ સર્વેને કોઢિયા કરું ત્યારે જ હું ખરો.” એમ વિચારીને તેણે પોતાના પુત્રને બોલાવીને કહ્યું “હે પુત્ર! સાંભળ. હું વૃદ્ધ થયો છું, મારું મૃત્યુ હવે નજીક આવ્યું છે, તેથી મારે તીર્થયાત્રા કરવા જવું છે. પણ આપણા કુળનો એવો આચાર છે કે જે તીર્થયાત્રા કરવા જાય તે પ્રથમ જવ તથા ઘાસને મંત્રથી મંતરીને એક બોકડાને ખવરાવે, અને તે બકરાને પુષ્ટ કરી તેનું માંસ સર્વ કુટુંબને ખવરાવીને પછી તીર્થયાત્રા કરવા જાય. માટે હું પત્ર! મને પણ એક બકરીનું બચ્ચું લાવી આપ.” તે સાંભળીને તે પુત્રે તે પ્રમાણે કર્યું. એટલે તે બોકડાને સેતુકે પોતાની પાસે રાખ્યો. પછી પોતાના કુષ્ટ સંબંધી પરુ વગેરેથી મિશ્રિત કરીને જવ તથા ઘાસ તેને ખવરાવવા લાગ્યો. એમ કરતાં કેટલેક કાળે તે બોકડો કોઢિયો થયો એટલે તેને મારીને તેના માંસવડે કુટુંબનું પોષણ કરીને (સૌને જમાડીને) તેમની રજા લઈ તે તીર્થયાત્રા માટે નીકળ્યો.
માર્ગમાં જતાં સેતુકને તૃષા લાગી એટલે તેણે સૂર્યના તાપથી તપેલું, અંદર પડેલા ઘણાં પાંદડાંઓથી ઢંકાયેલું કવાથ (ઉકાળા) જેવું કોઈક લંદ (ખાબોચીયા) નું જળ પીવું તેથી તુરત જ તેને વિરેચન થયું એટલે તેનો સર્વ કુષ્ટકૃમિનો વ્યાધિ બહાર નીકળ્યો. પછી તેણે ઘણા કાળ સુધી તે જળનું પાન કર્યા કર્યું. એટલે દૈવયોગે તે તદ્દન નીરોગી થયો. પરંતુ અહીં કુષ્ટરોગવાળા બોકડાનું માંસ ખાવાથી તેનું આખું કુટુંબ કોઢિયું થયું. પછી સડક પોતાના શરીરની નીરોગિતા દેખાડવા માટે કૌશાંબી નગરીમાં પાછો આવ્યો. લોકોએ તેને પૂછ્યું કે “તારો રોગ કેવી રીતે ગયો?” ત્યારે તે બોલ્યો કે “દેવના પ્રભાવથી મારો વ્યાધિ નષ્ટ થયો છે.” પછી ઘેર આવીને સેતુકે પોતાના કુટુંબને વ્યાધિગ્રસ્ત જોઈને કહ્યું કે “જેવી તમે મારી અવજ્ઞા કરી હતી તેવું જ તમને બધાને ફળ મળ્યું છે. મેં કેવું કર્યું?” તે સાંભળીને બધાએ તેનો અત્યંત તિરસ્કાર કર્યો અને ‘તું અદીઠ થા” એમ કહી કુટુંબ અને નગરના લોકોએ તેની નિર્ભર્લ્સના કરી તેને નગર બહાર કાઢી મૂક્યો. ત્યાંથી ભમતો ભમતો તે રાજગૃહી નગરીમાં પ્રતોલીએ (દરવાજે) આવીને રહ્યો. ( તે અવસરે શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે સાંભળીને દ્વારપાળોએ સેતુકને કહ્યું કે જો તું અહીં રહીને ચોકી કરે તો અમે વર પ્રભુને વંદના કરી આવીએ.” તે સાંભળીને સેક હા કહીને બોલ્યો કે હું મૂખ્યો છું.' ત્યારે દ્વારપાળોએ કહ્યું કે “અહીં દ્વારદેવીની પાસે જે નૈવેદ્ય આવે તે તું યથેષ્ટપણે ખાજે. પરંતુ તારે અહીં જ રહેવું, ક્યાંય જવું નહીં.” એ પ્રમાણે કહીને તે સર્વે દ્વારપાળો શ્રી જિનેશ્વરને વંદના કરવા ગયા. પછી તે સુઘાતુર સેતુકે ખીર, વડાં વગેરે દેવીનું નૈવેદ્ય આકંઠ ખાધું એટલે તેને અત્યંત તૃષા લાગી; પણ દ્વારપાળોએ તેને બીજે જવાનો નિષેઘ કર્યો હતો, તેથી તે જળપાન કરવા ક્યાંય
૨૦