________________
૩૦૬
ઉપદેશમાળા ગયો નહીં, એટલે તૃષાતુરપણામાં જળના ધ્યાનમાં જ મૃત્યુ પામ્યો અને તે જ દરવાજાની નજીક રહેલી એક વાપીમાં (વાવમાં) દેડકો થયો.
કેટલેક કાળે ફરીથી શ્રી મહાવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વખતે વાવમાં જલ ભરતી પરલોકોની સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી કે “હે બહેનો! ઉતાવળ કરો. આજે શ્રી મહાવીર પ્રભુને વાંદવા જવું છે. આજનો દિવસ ઘન્ય છે કે જેથી આજે શ્રી વીર પ્રભુનું આપણને દર્શન થશે.” આ પ્રમાણે તે સ્ત્રીઓના વાક્યો સાંભળીને ઈહાપોહ કરતાં તે દેડકાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, અને પોતાનો પૂર્વ ભવ (ડુકનો ભવ) તેણે જાણ્યો. એટલે તે દેડકો પણ ભગવાનને વાંચવા માટે વાપીની બહાર નીકળી ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજા સૈન્ય સહિત ભગવાનને વાંદવા જતા હતા, તેના અશ્વના પગ નીચે દબાઈને તે દેડકો ભગવાનનાં ધ્યાનમાં જ મરણ પામી પ્રથમ સ્વર્ગમાં દક્રાંક નામે દેવતા થયો. અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણીને તે ભગવાનને વાંદવા આવ્યો અને શ્રેણિક રાજાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા માટે તે દેવ કોઢિયાનું રૂપ વિકર્વી ભગવાન પાસે બેસી પોતાના શરીર પરથી સૌને દેખાતો કોઢનો દુર્ગથી રસ (પ) પણ હકીકતમાં દિવ્ય ચંદન ભગવંતના શરીરે ચોપડવા લાગ્યો. તે જોઈને શ્રેણિક રાજાને તેના પર ક્રોઘ ચડ્યો અને મનમાં બોલ્યો કે “કોણ આ પાપિષ્ઠ ભગવાનની અવજ્ઞા કરે છે? જ્યારે આ બહાર નીકળશે, ત્યારે હું તેને સારી રીતે શિક્ષા કરીશ.” *
આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ભગવાનને છીંક આવી, તે વખતે પેલા દેવે “ઘણું મરો” એમ કહ્યું. થોડી વારે રાજાને છીંક આવી, ત્યારે તેને “ઘણું જીવો એમ કહ્યું. થોડી વારે અભયકુમારને છીંક આવી ત્યારે તેને “જીવો અથવા મરો' એમ કહ્યું. પછી કાલસૌકરિકને પણ છીંક આવી, ત્યારે તેને “ન જીવો, ન મરો” એમ કહ્યું. આ ચારે વચનોમાં ભગવાનને મારવાનું કહ્યું, તેથી અતિ ક્રોઘાતુર થયેલા શ્રેણિક રાજાએ પોતાના સેવકોને કહ્યું કે “આ દુષ્ટ કોઢિયો સમવસરણની બહાર નીકળે કે તરત તેને પકડીને બાંધી લેજો.” પછી દેશનાને અંતે તે દેવ સમવસરણની બહાર નીકળ્યો કે રાજાના સુભટોએ તેને ચોતરફ ઘેરી લીઘો. પરંતુ તે તો તરત જ આકાશમાં ઊડી ગયો. તે જોઈ શ્રેણિક રાજા વિસ્મય પામ્યો. પછી પાછા ફરીને તેણે ભગવંત પાસે આવીને પૂછ્યું કે “હે સ્વામી! તે કુઠી કોણ હતો? તે કહો.” ત્યારે ભગવાને સેકના ભવથી આરંભીને તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે “તે દર્દરાંક દેવ જે હમણાં જ ઉત્પન્ન થયો છે તેણે તારી પરીક્ષા કરવા માટે તને કુષ્ઠીનું રૂપ બતાવીને મારે અંગે દિવ્ય ચંદનનો લેપ કર્યો છે.” ૧. ઈહા અને અપોહ સાંભળેલા વાક્ય ઉપરથી “આવું મેં પૂર્વે કોઈ વખત સાંભળેલું છે એવી પૂર્વનું સ્મરણ કરવા માટે ગાઢ વિચારણા કરવી તે. ૨. કાલ નામનો સૌકરિક એટલે કસાઈ