________________
૩૦૪
ઉપદેશમાળા
નગરીને ઘેરો ઘાલ્યો. તે વખતે શતાનીક પાસે અલ્પ સૈન્ય હોવાથી તે કિલ્લાની અંદર જ રહ્યો. હંમેશાં યુદ્ધ થતાં અનુક્રમે વર્ષાઋતુ આવી. તે વખતે દધિવાહન રાજાનું કેટલુંક સૈન્ય આમ તેમ જતું રહ્યું. તેવામાં પેલો સેતુક બ્રાહાણ પુષ્ય ફળ વગેરે લેવા માટે ગામ બહાર વાડીએ ગયો હતો. તેણે દધિવાહનનું સૈન્ય થોડું જોઈને શતાનીક રાજા પાસે આવીને કહ્યું કે હે રાજા! આજે યુદ્ધ કરશો તો આપનો જય થશે.” તે સાંભળીને શતાનીક રાજા સૈન્ય સહિત જિલ્લા બહાર નીકળ્યો. યુદ્ધ કરતાં દવિવાહનનું સૈન્ય ભાંગ્યું એટલે તેના હાથી ઘોડા વગેરે લઈને શતાનીક રાજા પોતાની નગરીમાં આવ્યો.
પછી સડકને ઘણું માન આપીને તેણે કહ્યું કે “હે સહુક! હું તારા પર પ્રસન્ન થયો છું માટે ઇચ્છાનુસાર માગ. સેકે કહ્યું કે “હે સ્વામી!ઘેર જઈ મારી સ્ત્રીને પૂછીને પછી માગીશ.” એમ કહી ઘરે જઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! આજે શતાનીક રાજ મારા પર અષ્ટમાન થઈને ઇચ્છિત વરદાન આપે છે, તો હું શું માગું?” તે સાંભળીને તેણે વિચાર્યું કે જો આ ઘણા વૈભવને પામશે તો મારું અપમાન કરશે.” એમ વિચારીને તે સ્ત્રીએ કહ્યું કે “હે પ્રાણનાથ! જો તમારા પર રાજા પ્રસન્ન થયા હોય તો હંમેશાં ઇચ્છા પ્રમાણે ભોજન અને એક દીનાર (મહોર) દક્ષિણાની માગણી કરો. કેમકે નિદ્રા વેચીને ગ્રહણ કરેલા ઉજાગરા (જાગરણ) જેવા ગામ કે નગરના અધિપતિપણાથી શું લાભ છે? (એટલે ગામ ગરાસ માગવો તે તો નિદ્રા વેચીને ઉજાગરો લીઘા જેવું છે, માટે તે ન માગવું.)” આ પ્રમાણે સ્ત્રીનું વાક્ય સાંભળીને તે નિર્ભાગીએ પણ તે જ માગ્યું. તેથી રાજાએ પણ હંમેશને માટે વારાફરતી દરેક ઘેર તેને જમાડીને દક્ષિણા આપવાનો હકમ કર્યો. એટલે લોકો તેને ઉપરા ઉપરી નિમંત્રણ કરવા લાગ્યા. તેથી તેડુક પણ દક્ષિણાના લોભથી એક ઘેર ભોજન કરીને ઘેર જઈ મુખમાં આંગળાં નાંખી પ્રથમ ખાઘેલાનું વમન કરી બીજે ઘેર જમવા જવા લાગ્યો. એ પ્રમાણે અતૃતિથી ભોજન કરતા સેતુકને ત્વચાવિકાર થવાથી ગળતકોઢનો વ્યાધિ ઉત્પન્ન થયો. એટલે હાથ પગ વગેરે અવયવો ગળવા લાગ્યા, પરંતુ ઘન અને પુત્રાદિકના પરિવારથી તે ઘણો વૃદ્ધિ પામ્યો.
પછી તે સેતુકના અંગમાં રોગની બહુ વૃદ્ધિ થઈ. એટલે મંત્રી પ્રમુખે સેતુકને કહ્યું કે “હવે તારે ભોજન માટે જવું નહીં, પણ તારા પુત્રને મોકલવો.” ત્યાર પછી તેનો પુત્ર હંમેશાં દરેક ઘેર જમવા જવા લાગ્યો અને દીનારની દક્ષિણા લેવા લાગ્યો. સેતુક સર્વ લોકોને અનિષ્ટ થઈ પડ્યો. તેના પુત્રે પણ તેને એક જુદા ધરમાં રાખ્યો અને તેને ભોજન પણ એક કાષ્ઠનાં પાત્રમાં જુદું આપવા લાગ્યો. તેની સાથે કોઈ બોલતું પણ નહીં અને ઘરના બધા લોકો તેને “મર, અદીઠ થા’ એવાં તિરસ્કારનાં વચનો કહેતા હતા. પુત્રવધૂઓના મુખેથી પણ તેવાં તિરસ્કારનાં