________________
૩૦૦
ઉપદેશમાળા
દર્શન (સમ્યત્વ) રહિત લિંગ (મુનિષ)ને ગ્રહણ (ઘારણ) કરે છે, અને જે પુરુષ સંયમ (છ જીવનિકાયની રક્ષારૂપ ચારિત્ર) રહિત તપનું આચરણ કરે છે તે પુરુષના એ સર્વે મોક્ષનાં સાઘનો નિરર્થક છે, નિષ્ફળ છે.” जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गई ए॥४२६॥
અર્થ–“જેમ ચંદનના ભારને વહન કરનાર ખર (ગઘેડો) કેવળ ભારનો જ ભાગી થાય છે, પણ ચંદનના સુગંઘનો ભાગી થતો નથી, તેમ નિશ્ચ ચારિત્રથી હીન એવો જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી થાય છે, પણ મોક્ષરૂપ સગતિનોં એટલે જ્ઞાનના પરિમલનો ભાગી થતો નથી. માટે ક્રિયાસહિત જ્ઞાન હોય તો જ શ્રેષ્ઠ છે.”
संपागडपडिसेवी, काएसु वएसु जो न उञ्जमइ । ...
पवयणपाडणपरमो, सम्मत्तं कोमलं तस्स ॥४२७॥ અર્થ–“પ્રગટપણે (લોક સમક્ષ) પ્રતિકૂલ (નિષિદ્ધ) આચરણને આચરનાર એવો જે પુરુષ જ જીવનિકાયના પાલનમાં અને પાંચ મહાવ્રતના રક્ષણમાં ઉદ્યમ કરતો નથી અર્થાતું પ્રમાદનું જ સેવન કરે છે, તથા જે પ્રવચન (જિનશાસન)ને પાતન (લઘુતા) કરવામાં તત્પર છે, તેનું સમ્યક્ત્વ કોમળ એટલે અસાર જાણવું અર્થાત્ તેને મિથ્યાત્વ જ વર્તે છે એમ જાણવું.”
चरणकरणपरिहीणो, जइ वि तवं चरइ सुट्ट अइगुरु। सो तिल्लं व किणंतो, कंसियबुद्दो मुणेयव्वो ॥४२८॥ અર્થ–“ચરણ એટલે મહાવ્રતાદિકનું આચરણ અને કરણ એટલે આહારશુદ્ધિ વગેરે, તેથી હીન એવો કોઈ પુરુષ જોકે સારી રીતે ઘણું મોટું તપ કરે છે, પરંતુ તેને આદર્શ કરીને (અરીસાએ કરીને) તેલના બદલામાં તલ આપનાર બોદ્ર ગામના નિવાસી મૂર્ખ જેવો જાણવો, એટલે થોડાના બદલામાં ઘણું આપી દેનારો જાણવો.”
તલ આપીને તેલ લેનારો તે મૂર્ખ ઘણા તલને હારી જાય છે, તે એવી રીતે કે આદર્શના પાછલા ભાગે ભરીને તલ આપે અને કાચની બાજથી તેલ ગ્રહણ કરે તેથી તેલ ઘણું થોડું આવે અને તલ ઘણા જાય. એવી રીતે કરાર કરનાર બોદ્રગામવાસી મૂર્ખનું દ્રષ્ટાંત અહીં જાણવું; એટલે તે જેમ થોડા તેલના બદલામાં ઘણા તલ હારી ગયો, તેમ પ્રમાદી મુનિ ચારિત્રની થોડી શિથિલતાના બદલામાં ઘણું તપ હારી જાય છે. આ બોદ્રગામવાસીનું દ્રષ્ટાંત નાનું હોવાથી અત્ર લખ્યું નથી.'
छज्जीवनिकायमह-व्वयाण परिपालणाय जइ धम्मो। जइ पुण ताई न रक्खइ, भणाहि को नाम सो धम्मो ॥४२९॥