Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 306
________________ જ્ઞાનનું માહાત્મ તેવી રીતે ચક્ષુમાત્રનાં દર્શન વડે એટલે ક્રિયાનુષ્ઠાનાદિક કરનારા એવા બીજાની સમીપે રહીને માત્ર જોવાથી સામાચારી (શુદ્ધ આચાર) જાણતો નથી. અર્થાત્ પોતાના જ્ઞાનથી એવું જણાય છે તેવું બીજાને કરતાં જોવા માત્રથી જણાતું નથી. सिप्पाणि य सत्थाणि य, जाणतो वि य न जुंजई जो उ । तेसि फलं न भुंजइ, इअ अजयंतो जई नाणी ॥४२१॥ અર્થ–“શિલ્પો (ચિત્રકર્મ વગેરે) અને વ્યાકરણાદિક શાસ્ત્રોને જાણતો હોવા છતાં પણ જે પુરુષ તેની યોજના નથી કરતો એટલે તે તે ક્રિયાઓની પ્રવૃત્તિ નથી કરતો, તે પુરુષ તે શિલ્પાદિકથી થનારા ઘનલાભાદિક ફળને ભોગતો નથી, પામતો નથી; તે જ પ્રમાણે સંયમમાં યતના (ઉદ્યમ) નહીં કરનારો જ્ઞાનવાન એવો યતિ (સાધુ) પણ મોક્ષરૂપ ફળને પામતો નથી.” गारवतियपडिबद्धा, संजमकरणुञ्जमम्मि सीअंता । નિતુ માણો, હિંતિ પરિભ્રમિકરરા અર્થ–“રસ, ઋદ્ધિ અને સાતારૂપી ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ થયેલા (આસક્ત થયેલા) અને સંયમ કરણના (છ જીવનિકાયની રક્ષા કરવાના) ઉદ્યમમાં શિથિલ થયેલા સાઘુઓ ગણથી ગચ્છથી) બહાર નીકળીને પ્રમાદરૂપી અરણ્યમાં સ્વેચ્છાએ વિહાર કરે છે, ભ્રમણ કરે છે.” * નાણાહિમ વરત, વિદુપયf vમાવતે કુવરં વરંતો, સુવિ ગણગમો રિસી ૪રરા " અર્થ–“ચારિત્ર ક્રિયાએ હીન હોવા છતાં પણ નિકો જિનશાસનની પ્રભાવના કરનાર એવો જ્ઞાનાધિક (જ્ઞાનવડે પૂર્ણ) પુરુષ શ્રેષ્ઠ છે; પણ સારી રીતે માસક્ષપણાદિક દુષ્કર તપસ્યા કરતો તો પણ અલ્પકૃત પુરુષ શ્રેષ્ઠ નથી, અર્થાત્ ઠિયાવાન છતાં પણ જ્ઞાનહીન પુરુષ શ્રેષ્ઠ નથી.” नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं, पि नत्थि तस्स पुजए काउं ॥४२४॥ ' અર્થ–“જ્ઞાનાશિક (જ્ઞાનથી પૂણી પુરુષનું જ્ઞાન પૂજાય છે, કેમકે જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે; પરંતુ જે પુરુષને જ્ઞાન અને ચારિત્ર એ બેમાંથી એક પણ નથી તે પુરુષનું શું પૂજાય? શું પૂજવા યોગ્ય હોય? કાંઈ પણ પૂજવા યોગ્ય ન હોય.” नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५॥ અર્થ–“જે પુરુષ ચારિત્ર (ક્રિયા) રહિત જ્ઞાનનું આચરણ કરે છે, જે પુરુષ

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344