________________
જ્ઞાનનું માહાભ્ય
૨૯૭ અહીં સુધી ૪૦૦ મી ગાથા ફર્વ હિરં સારું માં બતાવેલ આઠ દ્વારનું આ અગિયાર ગાથામાં વિવરણ કર્યું.
अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊणपहं ।
अवराहपयसयाई, काऊण वि जो न याणेई ॥४१२॥ અર્થ–“જે અબહુશ્રુત (અલ્પ શાસ્ત્રનો જાણ) છતાં તપસ્વી હોય એટલે ગાઢ તપસ્યા કરતો હોય, જે માર્ગને મોક્ષમાર્ગને) જાણ્યા વિના વિહાર કરવા ઇચ્છતો હોય, જે અપરાથના સેંકડો સ્થાનોને (સેંકડો અતિચારોને) સેવીને પણ જે અલ્પશ્રુત હોવાથી જાણતો ન હોય” (સંબંઘ આગલી ગાથામાં છે.)
સિરાફિયલોહિય, વાયારે ય નો ર યાર્ડ
अविसुद्धस्स न वड्डई, गुणसेटी तत्तिया ठाई॥४१३॥ અર્થ–“વળી જે દિવસ અને રાત્રિ સંબંધી અતિચારોની શુદ્ધિને તથા વ્રતોના (મૂલોત્તર ગુણીના) અતિચારોને જાણતો ન હોય તે અલ્પકૃત હોવાથી શુદ્ધ થતો નથી, અને એવા તે અવિશુદ્ધ (પાપની શુદ્ધિરહિત) પુરુષની ગુણશ્રેણી (જ્ઞાનાદિક ગુણોની પરંપરા) વૃદ્ધિ પામતી નથી, જેટલી હોય તેટલી જ રહે છે; અઘિક થતી નથી.”
अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । . સુંદરવુછી વયે, વાયં શિર સુંવર રોડ ૪૧૪મા
અર્થ–“અલ્ય સિદ્ધાંતને જાણનાર (સાધુ) જોકે માસક્ષપણાદિક અતિદુષ્કર તપ કરે, તો પણ તે કષ્ટને જ સહન કરે છે એમ જાણવું). સુંદર બુદ્ધિએ કરેલું ઘણું તપ પણ સુંદર થતું નથી, તે તપ અજ્ઞાનકષ્ટની બરાબર જ છે.” . . . अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स।
सव्वुञ्जमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥४१५॥ - અર્થ–“નથી જાણ્યું કૃતનિકષ (સિદ્ધાન્તનું રહસ્ય) જેણે તથા કેવલ અભિન્ન એટલે ટીકાદિકના જ્ઞાનરહિત માત્ર શ્રતના અક્ષરને અનુસારે જ ચાલવાના સ્વભાવવાળા એવા સાઘુનું સર્વ ઉદ્યમવડે કરેલું ક્રિયાનુષ્ઠાન, જે-તે અજ્ઞાનતપમાં જ અત્યંત પડે છે, અર્થાત્ અજ્ઞાન કષ્ટરૂપ જ ગણાય છે.”
તે ઉપર દ્રષ્ટાંત કહે છે- ના લખિ વિ પહે, તે વિરે પહયાતી - पहिओ किलिस्सइ च्चिय, तह लिंगायार सुअमित्तो ॥४१६॥ ' અર્થ–“જેમ કોઈ પુરુષે કોઈ પથિકને માર્ગ દેખાડ્યું તે પણ તે માર્ગના વિશેષને એટલે “આ માર્ગ દક્ષિણે (જમણે) જાય છે કે વામ (ડાબે) જાય છે?