Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 293
________________ ૨૮૬ ઉપદેશમાળા તથા પરપક્ષમાં એટલે અન્ય દર્શનીઓમાં અપમાન પામીને અનુબદ્ધ કાળમાં, વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે.” संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥३६९॥ અર્થ–“વળી સંયોગ કરે છે એટલે સ્વાદને માટે જુદા જુદા દ્રવ્યોને મિશ્રિત કરે છે, અતિ ઘણું જમે છે, ઇંગાલ એટલે સારું ભોજન રાગબુદ્ધિથી જમે છે અને સઘૂમગ એટલે અનિષ્ટ ભોજન મુખના વિકારે કરીને એટલે મુખ મરડીને ખાય છે. અનર્થક એટલે ઘા વેદનીયના કે વૈયાવૃત્ય વગેરેના કારણ વિના, માત્ર રૂપ અને બળને માટે ભોજન કરે છે, તથા પાદપ્રછન એટલે રજોહરણને પણ ઘારણ કરતો નથી–પાસે રાખતો નથી.” . अट्ठम छट्ठ चउत्थं, संवच्छर चाउम्मास पक्खेसुं । . न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०॥ અર્થ–“સાતાવડે બહુલ (સુખની તીવ્ર ઇચ્છાવાળો) એવો તે (પાસત્યાદિક) સાંવત્સરિક પર્વને દિવસે અઠ્ઠમ, ચાતુર્માસીએ છઠ્ઠ અને પક્ષ (ચતુર્દશી) ને દિવસે ચતુર્થભક્ત (ઉપવાસ) તપ કરતો નથી, તથા ચાતુર્માસ ર્સિવાય શેષ કાળે, અન્ય ક્ષેત્રો હોવા છતાં પણ માસકલ્પની મર્યાદા પ્રમાણે વિહાર કરતો નથી.” नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए. गिहत्थकहो । पावसुआणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ॥३७१॥ અર્થ–“નિત્ય એટલે અમુક ઘેરથી આટલો આહાર લેવો એમ નિયમિત રીતે પિંડ (આહાર) ગ્રહણ કરે છે; એકાકી (એલો) રહે છે, પણ સમુદાયમાં રહેતો નથી; ગૃહસ્થોની કથા પ્રવૃત્તિ) જેમાં હોય એવી વાતો કરે છે, પાપશાસ્ત્રો (જ્યોતિષ તથા વૈદક વગેરે)નો અભ્યાસ કરે છે તથા લોકોને રંજન (વશ) કરવા માટે લોકોના મનમાં અધિકાર કરે છે એટલે તેમની વાતોમાં મોટાઈ ઘારણ કરી મુખ્યતા મેળવે છે, પરંતુ પોતાની સંયમક્રિયાનો અધિકારી થતો નથી.” परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगृहए बालो । विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२॥ અર્થ–“બાળક (મૂખ) એવા તે પાસત્કાદિક ઉચ્ચકારીનો એટલે ઉગ્ર વિહાર કરનાર મુનિઓનો પરાભવ કરે છે, તેઓને ઉપદ્રવ કરે છે, શુદ્ધ એવા મોક્ષમાર્ગનું આચ્છાદન કરે છે, ગોપવે છે, અને સાતા(સુખ)માં ગુરુક (લંપટ) એવો તે સંયમથી વિકલ એટલે સારા સાઘુઓથી રહિત એવા ક્ષેત્રોમાં વિહાર કરે છે.”

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344