________________
ઉપદેશમાળા :
जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ। . वट्टावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ॥३९८॥ અર્થ–“જે અગીતાર્થ (સિદ્ધાંતને ન જાણનાર) યતના (તપ-ક્રિયાદિમાં ઉદ્યમ) કરે છે, અને જે અગીતાર્થ નિશ્રિત એટલે અગીતાર્થની નિશ્રામાં રહીને ક્રિયાનુષ્ઠાન કરે છે, તથા જે પોતે અગીતાર્થ છતાં ગચ્છને પ્રવર્તાવે છે એટલે ક્રિયાનુષ્ઠાનમાં પ્રેરણા કરે છે, તે અગીતાર્થ અનંતસંસારી થાય છે. અર્થાત્ ગીતાર્થ મુનિનું અથવા તેની નિશ્રામાં રહીને કરેલું ક્રિયાનુષ્ઠાન જ મોક્ષફળને આપનારું થાય છે.” અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે–
कह उ जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु ।
संजमजुत्तो होउं, अणंतसंसारिओ भणिओ? ॥३९९॥ અર્થ-“હે પૂજ્ય! જે સાઘુ તપ સંયમમાં પોતે યતના (ઉદ્યમ) કરે છે અને જે તપ સંયમમાં ગચ્છને પ્રવર્તાવે છે તે સાધુ સંયમયુક્ત થઈને પણ અનંતસંસારી કેમ થાય? તેને અનંતસંસારી કેમ કહ્યો?” હવે ગુરુમહારાજ એનો ઉત્તર આપે છે–
दव्वं खित्तं कालं, भावं पुरिसपडिसेवणाओ य ।
न वि जाणइ अग्गीओ, उस्सग्गववाइयं चेव ॥४०॥ અર્થ–“હે શિષ્ય! અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણી શકતો નથી, વળી પુરુષ એટલે આ પુરુષ યોગ્ય છે કે અયોગ્ય? તે જાણી શકતો નથી, તથા પ્રતિસેવના-પાપસેવના એટલે આ મનુષ્ય સ્વવશે પાપસેવન કર્યું છે કે પરવશે કર્યું છે તે જાણતો નથી અને ઉત્સર્ગ એટલે સામર્થ છતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ ક્વિાનુષ્ઠાન કરવું તે તથા અપવાદ એટલે રોગાદિક કારણે અલ્પ દોષનું સેવન કરવું તે જાણતો નથી, તેથી અગીતાર્થના ક્રિયાનુષ્ઠાન વ્યર્થ છે.”
जहट्ठियदव्व न याणइ, सच्चित्ताचित्तमीसियं चेव ।।
कप्पाकप्पं च तहा, जुग्गं वा जस्स जं होइ॥४०१॥ અર્થ-“વળી અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યસ્વરૂપને જાણતો નથી, તથા સચિત્ત (સજીવ), અચિત્ત અને મિશ્ર દ્રવ્યને (વસ્તુને) પણ નિશ્ચયથી જાણતો નથી; તથા આ વસ્તુ કશ્ય છે કે અકથ્ય છે? તે પણ જાણતો નથી; અથવા કઈ વસ્તુ બાળ ગ્લાનાદિકને યોગ્ય છે તે પણ તે જાણતો નથી.”
जहट्ठियखित्त न याणइ, अद्धाणे जणवए य जं भणियं। . कालं पि य न वि जाणइ, सुभिक्ख-दुभिक्ख जं कप्पं ॥४०२॥
અર્થ–“વળી અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્રને એટલે આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક છે? તે જાણતો નથી; દૂર માર્ગવાળા જનપદમાં (દેશમાં) વિહાર કર્યો છતે