________________
આરાધકનાં લક્ષણ
રહ
न वि धम्मस्स भडक्का, उक्कोडा वंचणा व कवडं वा। निच्छम्मो किर धम्मो, सदेवमणुआसुरे लोए ॥३९४॥
અર્થ–“ઘર્મનું સાઘન આડંબર નથી, એટલે અત્યંત આડંબર દેખાડવાથી કાંઈ ઘર્મ સઘાતો નથી, તેમજ જો તું મને અમુક વસ્તુ આપે તો હું ઘર્મ કરું, એવી તૃષ્ણા વડે પણ ઘર્મ સઘાતો નથી; અથવા વંચના એટલે બીજાને વંચના કરવાથી (છેતરવાથી) ઘર્મનું સાઘન થતું નથી; અથવા કપટ એટલે માયાયુક્ત ચેષ્ટા કરવાથી પણ ઘર્મનું સાઘન થતું નથી, પરંતુ વિમાનવાસી દેવો, મૃત્યુલોકવાસી મનુષ્યો અને પાતાલવાસી અસુરો સહિત આ લોકમાં ત્રણ ભુવનમાં) નિષ્કપટ એવો ઘર્મ જ શ્રી તીર્થકરોએ કહેલો છે.” - भिक्खू गीयमगीए, अभिसेए तह य चेव रायणिए ।
एवं तु पुरिसवत्थु, दव्वाई चउव्विहं सेसं ॥३९५॥ અર્થ-“આ ભિંસુ (સાધુ) ગીતાર્થ છે અથવા અગીતાર્થ છે? ઉપાધ્યાય છે કે આચાર્ય છે? તેમ જ રત્નાધિક છે? એ પ્રમાણે પ્રથમ પુરુષવસ્તુનો વિચાર કરવો; અને પછી બાકીના દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ) ચાર પ્રકારનો વિચાર કરવો અર્થાત્ લાભાલાભનો વિચાર કરનારે પ્રથમ સંપૂર્ણ વિચાર કરવો, વસ્તુને
ઓળખવી.” . વરાયા વિહો, ગુને વેવ કરો યા
મુળ છાપા, પવનો પુખ નવવિદો તાત્ય રહા અર્થ–“ચારિત્રાચાર બે પ્રકારનો છે–મૂળ ગુણ એટલે મૂળ ગુણના વિષયવાળો તથા ઉત્તરગુણ એટલે ઉત્તરગુણના વિષયવાળો. તેમાં મૂળ ગુણના છ સ્થાનો (છ પ્રકાર) છે–પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન ત્યાગ. તેમાં પણ એટલે તે છયે મૂળગુણના સ્થાનોમાં પ્રથમ સ્થાન (પ્રાણાતિપાતવિરમણરૂપ સ્થાન) નવ પ્રકારનું છે તે પૃથિવ્યાદિક પાંચ અને ક્રિયાદિક ચાર એ નવ પ્રકારના જીવવઘથી વિરામ પામવો તે છે.”
सेसुक्कोसो मज्झिम, जहन्नओ वा भवे चउद्धा उ।
उत्तरगुणऽणेगविहो, दसणनाणेसु अट्ठ ॥३९७॥ અર્થ–“બાકીના એટલે બીજા મહાવ્રતથી આંરભીને પાંચ મૂલસ્થાનો ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ભેદે કરીને ચાર ચાર પ્રકારે છે, તથા ગોચરી સમિતિ, ભાવનાદિ ઉત્તર ગુણ અનેક પ્રકારનાં છે. (ઉત્તર ગુણમાં અનેક પ્રકારનો આચાર છે) દર્શન (સમકિત) માં નિઃશંકિત વગેરે અને જ્ઞાનમાં કાળ વિનય વગેરે આઠ આઠ આચાર છે.”