________________
૨૮૪
ઉપદેશમાળા
પામતો નથી.”
સ્વાધ્યાય કરતો નથી, રાત્રે રજોહરણાદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે તથા પ્રવેશ સમયે નૈવિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઇત્યાદિ સાધુ સમાચારી કરતો નથી.”
पाय पहे न पमजइ, जुगमायाए न सोहए इरियं ।
पुढवीदगअगणिमारुअ-वणस्सइतसेसु निरवेक्खो॥३६०॥
અર્થ-“માર્ગમાં જતાં, ગામની સીમામાં પ્રવેશ કરતાં અથવા નીકળતાં પાદનું પ્રમાર્જન કરતો નથી; યુગમાત્ર (યુગપ્રમાણ-ચાર હાથ) ભૂમિમાં ઈર્યાની શુદ્ધિ કરતો ચાલતો નથી; પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ જ જીવનિકાય પ્રત્યે નિરપેક્ષ (અપેક્ષા રહિત) રહે છે, અર્થાત્ તેઓની વિરાઘના કરતાં શંકા પામતો નથી.”
सव्वं थोवं उवहि, न पेहए न य करेइ सज्झायं ।।
सहकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ॥३६१॥ અર્થ–“સર્વથી અલ્પ એવી ઉપથિ (મુખવસ્ત્રિકા)ની પણ પ્રતિલેખના કરતો નથી અને વાચનાદિક સ્વાધ્યાય કરતો નથી, રાત્રે મોટેથી શબ્દ કરે છે, બીજાઓ સાથે કલહ કરે છે, તોછડાઈ રાખે છે એટલે ગંભીરતા રાખતો નથી, તથા ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં, અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે.”
खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्नं ।
गिण्हई अणुइयसूरे, असणाई अहव उवगरणं ॥३६२॥ અર્થ-ક્ષેત્રાતીત (બે કોષથી વધારે દૂર ક્ષેત્રથી આણેલા આહારદિક) ખાય છે, કાલાતીત (ત્રણ પ્રહાર કરતાં અધિક કાળના લાવેલા આહારાદિ) ખાય છે, તથા અદત્ત નહીં આપેલા આહારાદિ)નો ઉપભોગ કરે છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિક (ચાર પ્રકારનો આહાર) અથવા ઉપકરણ (વસ્ત્રાદિક) ગ્રહણ કરે છે. આવા પ્રકારનાં સાધુ પાસત્કાદિક કહેવાય છે.”
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ ।
निच्चमवज्झाणरओ, न य पेहपमजणासीलो ॥३६३॥
અર્થ–“સ્થાપના કુળનું એટલે વૃદ્ધ ગ્લાન વગેરેની અત્યંત ભક્તિ કરનારા શ્રાવકના ગૃહોનું રક્ષણ કરતો નથી, એટલે કે કારણ વિના પણ તેમને ઘેર આહાર લેવા જાય છે, વળી ભ્રષ્ટાચારીઓ સાથે સંગતિ (દોસ્તી) કરે છે, નિરંતર અપધ્યાન (દુષ્ટ ધ્યાન) માં તત્પર રહે છે; તથા પ્રેક્ષા (દ્રષ્ટિથી જોઈને વસ્તુ ગ્રહણ કરવી તે) અને પ્રાર્થના (રજોહરણાદિક વડે પૂંજીને વસ્તુ ભૂમિપર મૂકવી તે) કરવાના સ્વભાવવાળો હોતો નથી.”