________________
૨૨
ઉપદેશમાળા गुणहीणो गुणरयणा-यरेसु जो कुणइ तुल्लमप्पाणं ।
सुतवस्सिणो य हीलइ, सम्मत्तं कोमलं तस्स ॥३५१॥ . અર્થ–“જે ચારિત્રાદિક ગુણે કરીને હીન છતાં ગુણના સમુદ્રરૂપ સાધુઓની સાથે પોતાના આત્માને તુલ્ય કરે છે એટલે અમે પણ સાઘુ છીએ એમ માને છે તથા જે સારા તપસ્વીઓની હીલના કરે છે તે ભ્રષ્ટાચારી સાધુનું સમકિત કોમલ એટલે અસાર છે. અર્થાતું તેને મિથ્યાવૃષ્ટિ જાણવો.”
ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स। कीरइ जं अणवजं, दढसम्मत्तस्सऽवत्थासु ॥३५२॥ ...
અર્થ–“જિનેશ્વરના પ્રવચન (સિદ્ધાંત ઘમ) વડે જેની મતિ ભાવિત (રક્ત) થયેલી છે, અર્થાત જે જિનઘર્મના રાગમાં રક્ત થયેલો છે, તથા જે દ્રઢ સમક્તિવાળો એટલે દર્શનમાં નિશ્ચળ છે, એવા અવસન્ન (પાસસ્થાદિક)નું અથવા ગૃહસ્થીનું ક્ષેત્ર-કાલાદિક અવસ્થામાં (ક્ષેત્ર-કાળાદિક જોઈને) જે વૈયાવૃત્યાદિક કરવામાં આવે તે અનવદ્ય એટલે નિષ્પાપ, દૂષણ રહિત છે.”
पासत्थोसन्नकुसील, नीयसंसत्तजणमहाच्छंद। नाऊण तं सुविहिया, सव्व पयत्तेण वजंति ॥३५३॥
અર્થ–“પાર્થસ્થ (જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહેનાર, તેને નહીં સેવનાર પાસસ્થા), અવસગ્ન (શિથિલાચારી), કુશીલ (સાઘુના આચારરહિત), નીચ (અવિનય વડે ભણવાથી જ્ઞાનનો વિરાઘક), સંસક્તજન (જ્યાં જેનો સંગ મળે ત્યાં તેની સંગતિથી તેવો થાય તે), તથા યથાછંદ (પોતાની મંતિથી ઉત્સુત્ર પ્રરૂપણા આદિ કરનાર) એવા તે પાર્થસ્થાદિકના સ્વરૂપને જાણીને સુવિહિત સાઘુઓ તે પાર્થસ્થાદિકનો સર્વ પ્રયત્ન (શક્તિ) વડે ત્યાગ કરે છે, અર્થાત્ તેઓ ચારિત્રના વિનાશ કરનારા હોવાથી તેઓનો સંગ કરતા નથી.” હવે પાર્થસ્થાદિકનાં લક્ષણો કહે છે–
बायालमेसणाओ, न रक्खइ धाइसिजपिंडं च ।
आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाई ॥३५४॥ અર્થ–“જે બેંતાળીશ એષણા-આહારના દોષોનું રક્ષણ કરતા નથી, અર્થાત્ બેંતાળીશ દોષરહિત આહાર લેતા નથી, શાત્રીપિંડ (છોકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી તથા શય્યાતરપિંડ ગ્રહણ કરે છે; વળી જે કારણ વિના નિરંતર દૂધ, દહીં, ઘી વગેરે વિકતિનું ભક્ષણ કરે છે તથા જે રાત્રે આય છે અથવા રાત્રે રાખી મૂકેલી વસ્તુનું દિવસે ભક્ષણ કરે છે, તે પાર્થસ્થ કહેવાય છે).