________________
૨૮૩
પાસત્યાદિ લિંગઘારીનાં લક્ષણ . सूरप्पमाणभोजी, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलीए भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५॥ ' અર્થ–“વળી જે સૂર્યપ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળો છે એટલે આખો દિવસ ખા-ખા કરનારો છે, જે વારંવાર આહાર કરે છે, અને જે સાઘુની મંડળીમાં (સાથે) બેસીને ભોજન કરતો નથી, એટલે એકલો જ ભોજન કરે છે, તથા આળસુ એવો જે ભિક્ષા માટે અટન કરતો નથી એટલે થોડે ઘરેથી ઘણો આહાર ગ્રહણ કરે છે.”
कीवो न कुणइ लोअं, लज्जइ पडिमाइ जल्लमवणेइ।
સીવાળો ૩ હિંડ, વધઃ ડિપટ્ટયમેવ રૂદ્દા અર્થ–“વળી જે ક્લીબ એટલે કાયર હોતો સતો લોચ કરતો નથી, કાયોત્સર્ગ કરતાં જે લજ્જા પામે છે, શરીરના મેલને જે હાથવડે અથવા જળવડે દૂર કરે છે, તથા જે ઉપાન (જોડા) સહિત ચાલે છે, અને જે કાર્ય વિના કેડે ચોલપટ્ટી બાંધે છે.”
गाम देसं च कुलं, ममायए पीढफलगपडिबद्धो । ..
घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ॥३५७॥ અર્થ–“વળી તે પાસત્કાદિક ગામ, દેશ અને કુળમાં મમતા સહિત વિચરે છે, એટલે આ ગામ, આ દેશ, આ ફળ વગેરે મારાં છે એવી મમતા રાખે છે, પીઠફલકમાં પ્રતિબદ્ધ એટલે વર્ષાઋતુ વિના પણ પીઠફલકાદિનો ઉપયોગ કરે છે, ગ્રહણ કરે છે; ઘરો (ઉપાશ્રયાદિક) નવાં કરાવવાનો પ્રસંગ રાખે છે, એટલે તેની ચિંતા ઘરાવે છે અને સુવર્ણાદિક દ્રવ્યના પરિગ્રહ સહિત છતાં પણ હું રિક્ત (દ્રવ્યરહિત) છું, નિગ્રંથ છું, એમ લોકો પાસે બોલતો વિહાર કરે છે, વિચરે છે.”
नहदंतकेसरोमे, जमेइ उच्छोलधोअणो अजओ। ...'.- वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८॥
અર્થ–“નખ, દાંત, (મસ્તકના) કેશ અને શરીરના રોમની શોભા કરે છે, ઘણા જળથી હસ્તપાદાદિક ધૂએ છે અને યતનારહિત વર્તે છે, ગૃહસ્થની જેમ પર્ઘકાદિક વાપરે છે તથા અધિક પ્રમાણવાળા (પ્રમાણથી અથિક એવા ઉત્તરપટ્ટાદિક) સંથારાને પાથરે છે એટલે સુખશયા કરે છે.” - રોવડું ચ સવ્વરાછું, નીમયળો ન વા તરફ ... न पमजंतो पविसई, निसीहियावस्सियं न करेइ ॥३५९॥
અર્થ–“વળી કાષ્ઠની જેમ નિભૃત (અત્યંત) ચેતનારહિત એવો તે (પાર્થસ્થાદિક) આખી રાત્રિ (ચારે પ્રહર) સૂઈ રહે છે, રાત્રિએ ગણના વગેરે