________________
૨૮0
ઉપદેશમાા
जह जह खमइ सरीरं, धुवजोगा जह जहान हायति ।
અહણો વિશે, વિવિયા ફેરિયલમાં સારૂ૪રૂા. અર્થ–“જેમ જેમ શરીર સહન કરે (બલહીન ન થાય) અને જેમ જેમ ઘુવયોગ એટલે પ્રતિલેખના (પડિલેહણા) પ્રતિક્રમણ વગેરે નિત્ય યોગો (ક્રિયાઓ) હીન ન થાય (કરી શકાય), એ પ્રમાણે તપ કરવું. તેવી રીતે તપ કરવાથી વિપુલ (વિસ્તારવાળા) કર્મનો ક્ષય થાય છે, તથા વિવિક્તતાએ કરીને એટલે “આ જીવ દેહથી ભિન્ન છે અને આ દેહ જીવથી ભિન્ન છે એવી ભાવનાએ કરીને ઇન્દ્રિયોનું દમન પણ થાય છે.
जइ ता असक्कणिशं, न तरसि काऊण तो इमं कीस। .
अप्पायत्तं न कुणसि, संजमजयणं जईजोग्गं ॥३४४॥ અર્થ–“હે શિષ! જો કદાચ અશક્ય એવી સાઘુપ્રતિમા, તપસ્યાદિક ક્રિયા કરવાને તું શક્તિમાન ન હોય, તો હે જીવ!આ આત્માને સ્વાધીન અને સાધુજનને. યોગ્ય એવી સંયમ યતનાને (પૂર્વે કહેલા ક્રોધાદિકના જયને) કેમ કરતો નથી? અર્થાત્ તપસ્યા કરવાની શક્તિ ન હોય તો ક્રોધાદિકને જય કરવામાં યત્ન કરે.”
जायम्मि देहसंदे-हयम्मि जयणाइ किंचि सेविजा । - अह पुण सजो अनिरुज्जमो अ तो संजमो कत्तो॥३४५॥
અર્થ–“સાઘુએ દેહમાં સંદેહ એટલે મહારોગાદિક કષ્ટ ઉત્પન્ન થાય, ત્યારે યતના વડે (સિદ્ધાંતની આજ્ઞાપૂર્વક) કાંઈક (સાવદ્ય અશુદ્ધ આહારાદિક) સેવન કરવું, પણ પછીથી જ્યારે સ% (નીરોગી) થાય ત્યારે પણ જો તે સાધુ નિરુદ્યમી થાય, એટલે શુદ્ધ આહારાદિક લેવામાં ઉદ્યોગ ન કરે અને અશુદ્ધ આહાર જ ગ્રહણ કરે, તો તેનું સંયમ શી રીતે કહેવાય? ન જ કહેવાય. કેમકે આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાથી તેનું સંયમ કહેવાય નહીં.”
मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं ।
अहियासिंतस्स पुणो, जइ से जोगा न हायंति ॥३४६॥ અર્થ–“જો (સાઘ) તે રોગોને સારી રીતે સહન કરવાને સમર્થ હોય, તથા જો રોગને સહન કરતા એવા તે સાધુના જોગો (પ્રતિલેખનાદિક ક્રિયાઓ) હીન ન થાય તો યતિએ ચિકિત્સા (ઔષઘ) ન કરવી; અર્થાત્ જો સંયમની ક્રિયાઓ રોગને લીધે સિદાતી હોય, શિથિલ થતી હોય તો જ ચિકિત્સા કરવી.”
निच्वं पवयणसोहा-कराण चरणुजआण साहूणं।
संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥३४७॥ અર્થ–બનિત્ય પ્રવચનથી (જિનશાસનની) શોભા (પ્રભાવના) કરનારા,