________________
(૫૯) ગિરિશુક અને પુષ્પશુકની કથા
૨૩૭
ગિરિશુક અને પુષ્પશુકની કથા
વસંતપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતો. તે એકદા વનક્રીડા કરવા માટે નગર બહાર નીકળ્યો. અશ્વપર સવાર થઈને રાજાએ અશ્વ દોડાવ્યો. એટલે તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ અતિ ત્વરાથી દોડીને એક મોટા જંગલમાં રાજાને લઈ ગયો. છેવટે થાકીને અશ્વ એક સ્થાને ઊભો રહ્યો. રાજા પણ થાકી ગયો હોવાથી નીચે ઊતરીને તે અરણ્યમાં એકલો આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં થોડે દૂર ઘણા માણસોનો કોલાહલ સાંભળીને વિશ્રામ લેવા માટે રાજા તે તરફ ચાલ્યો. ત્યાં એક વૃક્ષની શાખા પર લટકાવેલા પાંજરામાં રહેલો એક પોપટ બોલ્યો કે “અરે ભીલો! દોડો, દોડો, કોઈ મોટો રાજા આવે છે, તેને પકડી લો, જેથી તમને લક્ષ રૂપિયા આપશે.” તે પોપટનું વાક્ય સાંભળીને ઘણા ભીલો રાજા તરફ દોડ્યા. તેમને આવતા જોઈને રાજા પણ પવન સરખા વેગવાલા પેલા અશ્વપર સવાર થઈને એકદમ ભાગ્યો. એક ક્ષણવારમાં તે એક યોજન દૂર જતો રહ્યો.
ત્યાં તેણે એક તાપસોનો આશ્રમ જોયો. તે આશ્રમને ફરતી એક સુંદર વાડી હતી. તેમાં એક ઊંચા વૃક્ષ પર પાંજરું લટકાવેલું હતું. તેમાં એક પોપટ હતો. તે નાસતા રાજાને તે તરફ આવતો જોઈને બોલ્યો કે “હે તાપસો! આવો, આવો, તમારા આશ્રમ તરફ કોઈ મહાન અતિથિ આવે છે; તેની તમો સેવાભક્તિ કરો.” આ પ્રમાણે પોપટનાં વાક્ય સાંભળી હર્ષિત થયેલા સર્વે તાપસો સન્મુખ જઈને તે સંજાને પોતાના આશ્રમમાં લાવ્યા અને સ્નાન ભોજનાદિ વડે તેની સેવા કરી. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયો.
પછી રાજાએ તે પોપટને પૂછ્યું કે ‘હે શુકરાજ ! તારા જ જેવો એક પોપટ મેં ભીંલોની પલ્લીમાં જોયો. તેણે મને બાંધવાનો ઉપાય કર્યો અને તેં મારી મોટી ભક્તિ કરાવી તેનું શું કારણ ? તે કહે.’ પોપટ બોલ્યો—“હે રાજા ! કાદંબરી નામની મોટી અટવીમાં તે પોપટ અને હું બન્ને ભાઈઓ રહેતા હતા. અમારા બન્નેના માતાપિતા એક જ છે: પરંતુ એટલો તફાવત થયો કે તેને પલ્લીના ભીલોએ પકડ્યો અને તે પર્વતની પાસે રહ્યો. તેથી તેનું નામ ગિરિશક પ્રસિદ્ધ થયું; અને મને તાપસોએ પકડીને આ વાડીમાં રાખ્યો, તેથી મારું નામ પુષ્પશુક પડ્યું. તે ત્યાં રહેવાથી ભીલોના મુખથી મારણ, બંધન, કુટ્ટન, ગ્રહણ વગેરે વચનો સાંભળીને તેવું શીખ્યો, અને મને તાપસોનાં સંગથી શુભવચનો સાંભળતાં શુભગુણ પ્રાપ્ત થયા. માટે હે રાજા! તમે શુભ અને અશુભ સંગતિનું પ્રત્યક્ષ ફળ જોયું છે. કહ્યું છે કે— महानुभावसंसर्गः कस्य नोन्नतिकारणम् । गंगाप्रविष्टरध्याम्बु, त्रिदशैरपि वन्द्यते ॥
મોટા માહાત્મ્યવાળાનો સંગ કોની ઉન્નતિનું કારણ થતો નથી? અર્થાત્