________________
૨૪૮
ઉપદેશમાળા નીચા કુળમાં ભમતાં અજાણતાં વેશ્યાને ઘેર જઈને ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને વેશ્યા બોલી કે “હે સાધુ! અમારે ઘેર તો અર્થલાભની જરૂર છે, અને તમે તો રાંક અને ઘનરહિત છો.” તે વચન સાંભળતાં જ મુનિને અભિમાન આવ્યું. તેથી તેણે તેના ઘરનું એક તૃણ ખેંચીને પોતાના તપની લબ્ધિથી સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી, અને કહ્યું “જો તારે ઘર્મલાભનું પ્રયોજન ન હોય તો આ ઘનનો ઢગલો ગ્રહણ કર.” એમ બોલીને તે મુનિ પાછા જવા લાગ્યા. તેટલામાં તે ગણિકા આગળ આવીને મુનિના વસ્ત્રાનો છેડો પકડી ઊભી રહી અને કહેવા લાગી કે “હે પ્રાણેશ! આ ઘન મફત લેવું અમને ઘટતું નથી. કેમકે અમે પણ્યાંગના કહેવાઈએ છીએ, એટલે કે અમે અમારા દેહવડે પુરુષોને સુખ ઉત્પન્ન કરીને તેનું ચિત્ત પ્રસન્ન કરી પછી તેઓએ પોતે જ ઉપાર્જન કરીને આપેલું ઘન અમે ગ્રહણ કરીએ છીએ, માટે આ ઘન તમે લઈ જાઓ, અથવા તો અહીં રહીને આ ઘનવડે મારી સાથે વિષયસુખ ભોગવો. હે નાથ! આ તમારી યુવાવસ્થા ક્યાં? અને આ તપનું કષ્ટ
ક્યાં? આ ઘન, આ યુવાવસ્થા અને આ મારો સુંદર આવાસ–તે સર્વ સહેજે પ્રાપ્ત થયેલું અને ભોગવવા યોગ્ય છે. તેને પામીને કયો મુઘજન (કૂખ) તપસ્યાદિકનાં કષ્ટો સહન કરી દેહને શોષણ કરે? આ પ્રમાણે અત્યંત કોમળ તે વેશ્યાનાં વચનો સાંભળીને ભોગકર્મનો ઉદય થવાથી તે નંદિષેણ તેના જ ઘરમાં રહી ગયા.
પછી હંમેશાં દશ દશ પુરુષોને પ્રતિબોઘ પમાડવાનો અભિગ્રહ લઈ રજોહરણ વગેરે સાધુના વેષને ઊંચો ખીંટીએ મૂકીને તે વેશ્યા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા. દરરોજ પ્રાતઃકાળે દશ પુરુષોને પ્રતિબોઘ પમાડ્યા વિના તે પોતાના મુખમાં જળ પણ નાંખતા નહીં અને જેઓને તે પ્રતિબોઘ પમાડતા તેઓ ભગવંત પાસે આવીને દીક્ષા ગ્રહણ કરતા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં તેમને બાર વર્ષ વ્યતીત થયાં. હવે એક દિવસ નવ પુરુષો પ્રતિબોઘ પામ્યા. દશમો સોની મળ્યો. તે કોઈ રીતે પ્રતિબોઘ પામે નહીં, પણ ઊલટો નંદિષેણને કહે કે “તમે બીજાને પ્રતિબોઘ કરો છો, પણ તમે જ ચારિત્રનો ત્યાગ કરીને અહીં વેશ્યાને ઘેર કેમ રહ્યા છો?” એમ તે પ્રતિકૂળ વચનો કહેતો, પણ પ્રતિબોઘ પામતો નહોતો.
તે વખતે વેશ્યા ઉત્તમ રસવાળી રસવતી (ભોજન) તૈયાર કરીને તેને બોલાવવા આવી અને કહ્યું કે “હે પ્રાણનાથ! રસવતી ઠંડી થઈ જાય છે, માટે જમવા ઊઠો.” નંદિષેણે કહ્યું કે “આ એક દશમા પુરુષને પ્રતિબોધ પમાડીને હમણાં આવું છું.' એમ કહીને તેને પાછી વાળી. થોડી વારે ફરીથી નવી રસોઈ બનાવીને તે જ પ્રમાણે બોલાવવા આવી. તે વખતે પણ જમવા ન ઊઠ્યા. એવી રીતે ત્રીજી વાર પણ બોલાવવા આવી અને બોલી કે હે પ્રાણનાથ! સંધ્યા સમય થવા આવ્યો છે, આપ જમેલા ન હોવાથી હું પણ ભૂખી જ રહી છું.” ત્યારે મંદિષેણ