Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 269
________________ ૨૩૨ ઉપદેશમાળા બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા એમ કરતાં કરતાં સર્વ ગણા (અનંતગુણા) એવા પણ હજારો કરોડો ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુનો પ્રતિકાર (પ્રત્યુપકાર) કરવો અશક્ય છે; અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણા કરોડો ઉપકારોએ કરીને પણ તેનો પ્રત્યુપકાર કરી શકાતો નથી, માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી.” “સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય.” હવે સમકિતનું ફળ કહે છે सम्मत्तम्मि उ लद्धे, ठइयाइं नरयतिरियदाराई । વિવ્વાળિ માળુસાપ્તિ ય, મોવવનુહારૂં સહીળારૂં ૫૨૭૦૦ અર્થ—“વળી સમકિત પ્રાપ્ત થાય ત્યારે નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારો બંધ થઈ જાય છે (તે ગતિઓમાં જન્મ થતો નથી.) કેમકે સમકિત પામેલા મનુષ્યો દેવાયુ જ બાંધે છે, અને સમકિત પામેલા દેવો મનુષ્યાયુ જ બાંધે છે, તથા દેવ, મનુષ્ય અને મોક્ષ સંબંધી સુખો પોતાને સ્વાઘ્રીન થાય છે.” અહીં દ્દારો’ એમ બહુવચન વાપર્યું છે તેનું કારણ નરકગતિ અને તિર્યંચંગતિના ભેદો ઘણા છે. વળી બીજે પ્રકારે સમકિતનું જ ફળ બતાવે છે— कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्ठियं हियए । , तस्स जगुजोयकरं नाणं चरणं च भवमहणं ॥ २७१ ॥ અર્થ—“જે પુરુષના હૃદયમાં કુસમય શ્રુતિ એટલે અન્ય દર્શનીઓના સિદ્ધાન્તનાં શ્રવણોને મથન કરનારું (નાશ કરનારું) એવું સમકિત સુસ્થિત (અતિ સ્થિર) હોય છે તે પુરુષને જગતને ઉદ્યોત કરનારું જગત્પ્રકાશક કેવળજ્ઞાન અને ભવને (સંસારને) મથન (નાશ) કરનારું ચરણ (યથાખ્યાતચારિત્ર) પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમકિત ન હોય તો જ્ઞાન ન હોય, અને જ્ઞાન ન હોય તો મોક્ષ મળી શકે નહીં. માટે મોક્ષનું મુખ્ય કારણ સમકિત જ છે.’’ सुपरिच्छियसम्मत्तो, नाणेणालोइयत्थसब्भावो । निव्वणचरणाउत्तो, इच्छियमत्थं पसाहेइ ॥ २७२ ॥ અર્થ—“સુપરીક્ષિત છે સમક્તિ જેનું એવો દૃઢ સમકિતવાળો અને દૃઢ સમકિતે કરીને ઉત્પન્ન થયેલા સમ્યક્ જ્ઞાનવડે જીવાદિક પદાર્થોનો સદ્ભાવ (સ્વરૂપ) જેણે જાણ્યો છે, અને તેથી કરીને જ જે વ્રણ રહિત (અતિચાર રહિત એટલે નિર્દોષ) ચારિત્રમાં આયુક્ત એટલે નિરતિચાર ચારિત્રમાં ઉપયોગવાળો છે, તે પુરુષ ઇચ્છિત એવા મોક્ષસુખરૂપી અર્થને સાથે છે, પ્રાપ્ત કરે છે.’’

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344