________________
નવ દ્વાર
છે
૨૭૩
અર્થ–“જે પુરુષ અનુકૂળ વાયુના સ્પર્શથી જ વિષવાળા (જેના વાયુના સ્પર્શથી જ વિષ ચડતું હોય તેવા) વિષવલ્લીના મોટા વનમાં પ્રવેશ કરે છે તે થોડા જ કાળમાં વિનાશને પામે છે. એવી રીતે માયા પણ વિષવલ્લીના વન જેવી જાણવી, અર્થાત્ તેના સ્પર્શ-સંબંઘ માત્રથી જ સમકિત ચારિત્રાદિ ગુણ વિનાશ પામે છે.”
घोरे भयागरे सागरम्मि, तिमिमगरगाहपउरम्मि ।
जो पविसइ सो पविसइ, लोभमहासागरे भीमे ॥३१४॥ અર્થ–“જે મનુષ્ય ઘોર (રૌદ્ર), ભયના સ્થાનરૂપ અને મત્સ્ય, મગર તથા ગ્રા વગેરે જળજંતુઓથી પૂર્ણ એવા સાગરમાં પ્રવેશ કરે છે તે મનુષ્ય ભયંકર એવ લોભરૂપી મહાસાગરમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જેમ સમુદ્રમાં પેઠેલો મનુષ્ય અનર્થને પામે છે, તેમ લોભરૂપી સમુદ્રમાં પડેલો માણસ પણ મોટા અનર્થને પામે છે. - गुणदोसबहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं ।
दोसेसु जणो न विरजइ त्ति कम्माण अहिगारो॥३१५॥ અર્થ-“(મોક્ષના હેતુરૂપ જ્ઞાનાદિ) ગુણોમાં અને સંસારના હેતુરૂપ ક્રોધાદિ) દોષોમાં મોટો વિશેષ (ઘણું અંતર) છે એમ શ્રી સર્વજ્ઞકથિત સિદ્ધાન્તમાંથી પદે પદે નિઃશેષ (સમગ્ર) રીતે જાણીને પણ મનુષ્ય (લોક) ક્રોધાદિ દોષોથી વિરક્ત થતો નથી, એ કર્મનો જ અઘિકાર (દોષ) છે. અર્થાત્ જાણતા છતાં પણ કર્મના વશથી જ દોષોને તજી શકતો નથી.” હવે તે નવ દ્વારોનું વર્ણન કરે છે–
- હાસી વિસ્તાં હાહિg નમ
. વર વહુ, પરસ ન વતિ સારા પારૂલ ઘા ' ' અર્થ–“અનગાર (ઘર વિનાના, સાઘુઓ) બીજા માણસ સાથે અટ્ટહાસ્ય (ખડખડ હસવું), બીજાની ક્રીડામાં અસંબદ્ધ વચનનું બોલવું, હાસ્ય વડે બીજાના અંગનો વારંવાર સ્પર્શ કરવો (ખસકોલિયા, ગદગદિયાં કરવાં), એક બીજા સાથે સમકાળે હાથતાળીઓ દેવી, કૌતુક કરવું અને ઉપહાસ (સામાન્ય હાસ્ય) કરવું, એટલાં વાના કરતા નથી.” હવે રતિકાર કહે છે–
साहूणं अप्परुई, ससरीरपलोअणा तवे अरई ।
અત્યિવત્રી ગરૂપરિસો નત્યિ સુભાડુ રૂલના ' અર્થ–“સાઘુઓને આત્માની રુચિ એટલે મને શીત, આતપ વગેરે ન લાગો એવી શરીર પર મમતાવાળી આત્મરુચિ, પોતાના શરીરને (રૂપને) આદર્શાદિકમાં જેવું, શરીર દુર્બલ થઈ જશે એમ ઘારી તપસ્યામાં અરતિ કરવી, હું બહુ સુંદર છું સારા વર્ણવાળો છું, એ પ્રમાણે પોતાની પ્રશંસા કરવી અને લાભ પ્રાપ્ત થયે અત્યંત - ૧૮