________________
૨૧
(ક) ત્રિદંડીની કથા વિદ્યાવાળો થયો. એવી રીતે કૃતનિહ્નવણા કરવી અર્થાત્ શ્રુતજ્ઞાન આપનારનો અપલાપ કરવ એ કર્મરૂપી રોગને વૃદ્ધિ કરનાર અપથ્ય જેવું છે એમ જાણવું.”
ત્રિદંડીની કથા સ્તબપુર નગરમાં એક ચંડિલ નામે અતિ કુશલ હજામ રહેતો હતો. તે વિદ્યાના બળથી હજામત કરીને તે અન્નાને આકાશમાં અઘર રાખતો હતો. એકદા કોઈ એક ત્રિદંડીએ તે હજામનો પ્રભાવ જોયો. તેથી ત્રિદંડીએ તે હજામની આરાઘના (સેવા) કરીને તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તે ત્રિદંડી ફરતો ફરતો ગજપુર (હસ્તિનાપુર) આવ્યો, તે વખતે ત્યાં પધરથ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં તે ત્રિદંડી પોતાના ત્રિદંડને આકાશમાં અઘર રાખવા લાગ્યો. તે જોઈને ઘણા લોકો આશ્ચર્ય પામી તેની અત્યંત પૂજા (સેવા) કરવા લાગ્યા 1 લોકોના મુખેથી તે વૃત્તાંત રાજાએ પણ સાંભળ્યું એટલે તેણે તેના પગમાં પડી (પ્રણામ કરી) વિનયપૂર્વક પૂછ્યું કે “હે સ્વામી! તમે આ ત્રિદંડને આકાશમાં રાખો છો, તે કોઈ તપનો પ્રભાવ છે કે વિદ્યાનો?” ત્રિદંડીએ જવાબ આપ્યો કે હે રાજા! આ વિદ્યાનું સામર્થ્ય છે.' ફરી રાજાએ પૂછ્યું કે “કહો, કોની પાસેથી આ ચિત્તને ચમત્કાર કરનારી વિદ્યા તમે શીખ્યા?” ત્યારે તે ત્રિદંડીએ લજ્જાને લીધે તે હજામનું નામ દીધું નહીં, અને કલ્પિત જવાબ આપ્યો કે “હે રાજા! પૂર્વે મેં હિમવાન પર્વત પર તપકાદિક અનુષ્ઠાન વડે સરસ્વતીની આરાધના કરી હતી. તે વખતે તે દેવીએ પ્રત્યક્ષ થઈને મને આ એબરાલંબની વિદ્યા આપી હતી. તેથી સરસ્વતી મારી વિદ્યાગુરુ છે. એ પ્રમાણે તે ત્રિદંડી બોલ્યો કે તરત જ તેનો આકાશમાં રહેલો ત્રિદંડ ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તેથી તે અત્યંત લપામ્યો અને લોકોએ તેને અત્યંત ધિક્કાર્યો. પ્રાંતે તે અતિ દુઃખી થયો. ' જેમ ત્રિદંડી, ગુરુનો અપલાપ કરવાથી દુઃખ પામ્યો, તેવી રીતે બીજા કોઈ પણ જો ગુરુનો અપલાપ કરશે તો તેઓ દુઃખી થશે. તિ ત્રિવંડીપાડા
सयलम्मि वि जियलोए, तेण इहं घोसिओ अमाघाओ।
इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥२६८॥ અર્થ–“જે મનુષ્ય એક પણ દુઃખાર્ત સત્ત્વને (દુખી પ્રાણીને) જિનવચન વડે બોઘ પમાડે છે, તે પુરુષે અહીં (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલોકમાં (ચૌદ રાજલોકમાં) પણ અમારી પટહ વગડાવ્યો એમ જાણવું.”
सम्मत्तदायगाणं, दुष्पडियारं भवेसु बहुएसु । . सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ॥२६९॥ અર્થ–“ઘણા ભવોમાં પણ સર્વગુણમિલિત એટલે ગુરુએ કરેલા ઉપકારથી