________________
૨૫૪
ઉપદેશમાળા
નરકમાં પડ્યો છું. હવે તું ત્યાં જઈને ભૂમિ પર પડેલા મારા પૂર્વ ભવના શરીરને કદર્થના કર કે જેથી હું નરકમાંથી નીકળું. તે સાંભળીને સુરપ્રભ દેવે કહ્યું કે
को तेण जीवरहिएण, संपइं जाइएण हुञ्ज गुणो ।
जइऽसि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ અર્થ-“હે ભાઈ! હવે તે પૂર્વભવના જીવરહિત શરીરને યાતના પમાડવાથી તને શો ગુણ થાય? જો તેં પૂર્વે તે દેહને તપસંયમાદિક વડે કર્થના પમાડી હોત તો તું નરકમાં જ ન પડ્યો હોત.”
“હવે તો કરેલાં કર્મોનું ફળ ભોગવ. તારા દુઃખનું નિવારણ કરવામાં હવે કોઈ પણ સમર્થ નથી.” એ પ્રમાણે નરકમાં રહેલા પોતાના ભાઈ શશિપ્રભના જીવને પ્રતિબોઘ પમાડીને તે સુરપ્રભ દેવ સ્વસ્થાને ગયો. આ પ્રમાણે શપ્રિભનું દ્રષ્ટાંત જાણીને હે ભવ્ય પ્રાણીઓ!
जावाऽऽउ सावसेसं, जाव य थोवो वि अत्थि ववसाओ। તાવ તરિકISMહિય, મા સહિરાયા સોહિયાર૧૮ના ,
અર્થ–“જ્યાં સુધી આયુષ્ય અવશેષ સહિત (બાકી) હોય અને જ્યાં સુધી થોડો પણ શરીર અને મનનો વ્યવસાય (ઉત્સાહ) હોય, ત્યાં સુધી આત્માને હિતકારક એવું તપ સંયમાદિક અનુષ્ઠાન કરી લો. પાછળથી શશિરાજાની જેમ શોક કરશો નહીં અર્થાતુ પછીથી શોક કરવાનો વખત આવે તેમ કરશો નહીં.”
| | તિ શામકૃપા સંબંધઃ |
धित्तूण वि सामण्णं, संजमजोगेसु होइ जो सिढिलो। . पडइ जई वयणिजे, सोअई अ गओ कुदेवत्तं ॥२५९॥
અર્થ–“જે શ્રામાણ્યને ગ્રહણ કરીને પણ સંયમયોગમાં (ચારિત્રની ક્રિયામાં) શિથિલ (પ્રમાદી) થાય છે, તે યતિ આ લોકમાં વચનીયતા (નિંદા) પામે છે, અને પરભવમાં કુદેવપણાને કિલ્વેિષપણાને) પામીને શોક કરે છે.”
सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा, जे नाऊणं नवि करंति ॥२६०॥ અર્થ–“જે મનુષ્યો અવિવેકીપણાથી જિનવચનને જાણતા નથી તેઓ આ જીવલોકમાં અરે! તેઓની શી ગતિ થશે? એવી રીતે) શોક કરવા લાયક છે, અને જે પુરુષો તે જિનવચનને જાણીને પણ પ્રમાદને લીધે તે પ્રમાણે આચરણ કરતા નથી, તેઓ શોક કરવા લાયક મનુષ્યોમાં પણ વિશેષ કરીને શોક કરવા લાયક છે. જાણતા છતાં પ્રમાદપણાથી એ પ્રમાણે ન વર્તવું એ મહાન અનર્થનો હેતુ છે, એ અહીં તાત્પર્ય છે.”