________________
૨૫૬
ઉપદેશમાળા
અર્થાત્ જ્ઞાનદાતા ગુરુ જીવિત માગે તો તે પણ સુશિષ્ય આપવું જોઈએ, જેમકે પુલિંદે (ભીલ) શિવ મહાદેવ) ને પોતાનું નેત્ર આપ્યું હતું.”
ભીલની કથા વિંધ્યવનમાં પર્વતની એક ગુફામાં કોઈ વ્યંતરથી અઘિષ્ઠિત શિવની એક મૂર્તિ હતી. તેની પૂજા કરવા નજીકનાં ગામનો એક મુગ્ધ નામે માણસ હંમેશાં ત્યાં આવતો હતો. તે આવીને પ્રથમ તે સ્થાન વાળીને સાફ કરતો, પછી પવિત્ર જળ વડે તે શિવની મૂર્તિને પખાળી કેસરમિશ્રિત ચંદન વગેરે સુગંધી દ્રવ્યો વડે પૂજા કરતો. પછી પુષ્પમાળા ચડાવી, ધૂપ દીપ વગેરે યથાવિધિ કરી, એક પગે ભૂમિપર ઊભો રહી તે શિવની સ્તુતિ ધ્યાન વગેરે કરતો. પછી મધ્યાહ્ન સમયે ઘેર જઈ ભોજન કરતો. એ રીતે તે પ્રતિદિન પૂજા કરવા આવતો હતો.
એકદા તે મુગ્ધ પૂજા કરવા આવ્યો. ત્યારે પોતે ગઈ કાલે કરેલી પૂજા સામગ્રીને કાઢી નાંખીને કોઈએ ધંતુરા અને કણેર વગેરેનાં પુષ્પો વડે પૂજેલી શિવની મૂર્તિને જોઈ. તેથી તેણે વિચાર કર્યો કે “અહો! આ અરણ્યમાં એવો કયો પુરુષ છે કે જે મારી કરેલી પૂજાને દૂર કરીને હંમેશાં શિવની વિપરીત પૂજા કરે છે? તો આજે હું જોઉં તો ખરો.” એમ વિચારીને તે ત્યાં સંતાઈ રહ્યો.
તેવામાં ત્રીજા પ્રહરે એક ભીલ ત્યાં આવ્યો. તેના શરીરનો વર્ણ શ્યામ હતો. તેના ડાબા હાથમાં ઘનુષ હતું, જમણા હાથમાં આકડાનાં, ઘતૂરાનાં અને કણેરનાં પુષ્પો વગેરે પૂજાની સામગ્રી હતી અને મુખમાં જળ ભરેલું હતું. એવી ભયંકર આકૃતિવાળો તે ભીલ પગમાં પહેરેલા જોડા સહિત મૂર્તિ પાસે આવ્યો. પછી તરત જ તેણે મુખના જળથી તે મૂર્તિને એક પગવડે પખાલી, આકડાનાં અને ઘતૂરાના પુષ્પો ચડાવ્યાં, અને તે મૂર્તિના મુખ પાસે એક માંસની પેશી મૂકી. આવા પ્રકારની ભક્તિ કરીને માત્ર “મહાદેવ પરમેશ્વરને નમસ્કાર હો' એટલા શબ્દો બોલી તેણે નમસ્કાર કર્યો. પછી તરત જ તે બહાર નીકળ્યો. તે જ વખતે મહાદેવે પ્રકટ થઈને તેને બોલાવ્યો અને કહ્યું કે “હે સેવક! આજે કેમ આટલો બઘો વિલંબ થયો? તને ભોજન તો સુખેથી મળે છે ને? અને તારે કોઈ મુશ્કેલી તો નથી ને?” આ પ્રમાણે, સુખશાતાના પ્રશ્નપૂર્વક મહાદેવે તેની સંભાળ લીધી. ત્યારે ભીલ બોલ્યો કે હે સ્વામી! જ્યારે આપ મારા પર પ્રસન્ન છો, ત્યારે શી ચિંતા હોય?” એમ કહીને તે ભીલ ચાલ્યો ગયો. - ત્યાર પછી સંતાઈ રહેલા પેલા મુઘે પ્રગટ થઈ મહાદેવ પાસે આવીને કહ્યું કે “હે શિવ! મેં તારું ઐશ્વર્ય આજે જાણ્યું. જેવો આ ભીલ સેવક છે. તેવો જ તું દેવ જણાય છે; કેમકે હું હંમેશાં કેસર મિશ્રિત ચંદન તથા સુગંધી પુષ્પ છૂપાદિક વડે પવિત્રતાથી તારી પૂજા કરું છું, તો પણ તું મારા પર પ્રસન્ન થયો નહીં અને મારી