________________
૨૪૭
(૯૧) નંદિષેણની કથા શબ્દ સાંભળીને તેના સામું જોતાં તે હાથીને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું. એટલે તેણે પોતાનો પૂર્વભવ જોયો, તેથી તે શાંત થઈ ગયો. નંદિષણકુમારે તે હાથીની સુંઢ પકડી તેના ઉપર ચડી તેને નગરમાં લાવીને રાજકારે બાંધ્યો. અનુક્રમે નંદિષેણ પણ યુવાવસ્થા પામ્યો. પિતાએ તેને પાંચસો સ્ત્રીઓ સાથે પરણાવ્યો. તે સ્ત્રીઓ સાથે તે વિષયસુખ ભોગવવા લાગ્યો.
એકદા શ્રી વર્ધમાન સ્વામીને નગર બહાર ઉદ્યાનમાં સમવસરેલા જાણીને નંદિષણકુમાર ભગવાનને વાંદવા ગયો. પ્રભુને વાંદીને નંદિષેણે પૂછ્યું કે “હે. ભગવાન! મને જોઈને સેચનક હાથીને મારા પર સ્નેહ કેમ ઉત્પન્ન થયો?” ત્યારે ભગવાને તે બન્નેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને નંદિષેણે વિચાર્યું કે “જ્યારે સાઘુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુણ્ય થયું ત્યારે દીક્ષા લઈને જો તપસ્યા કરી હોય તો તો ઘણું મોટું ફળ મળે.” એ પ્રમાણે વિચારીને તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો.” પ્રભુ બોલ્યા કે “હે વત્સ!તારે નિકાચિત ભોગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી તું દીક્ષા ન લે.” તે વખતે તે જ પ્રમાણે આકાશવાણી પણ થઈ, તો પણ નંદિષેણ દ્રઢ ચિત્તવાળો થઈને પાંચસો સ્ત્રીઓના ઉપભોગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવા ઉઘુક્ત થયો. એટલે ભગવાને પણ તેવો ભાવભાવ જાણીને તેને દીક્ષા આપી અને સ્થવિર સાધુઓને સોંપ્યો. . * હવે તે નંદિષેણ મુનિએ સામાયિકથી આરંભીને દશ પૂર્વનો અભ્યાસ કર્યો, અને જેમ જેમ છઠ્ઠ, અઠ્ઠમ, આતાપના વગેરે તપસ્યાપૂર્વક મહાકષ્ટ કરવા લાગ્યા અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા, તેમ તેમ તેને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તે સાથે દિનપ્રતિદિન કામનો ઉદય પણ વૃદ્ધિ પામવા લાગ્યો. નંદિષેણ મુનિ મનમાં “ જાણતા હતા કે “દેવતાઓએ તથા ભગવાને નિષેઘ કર્યા છતાં પણ મેં દીક્ષા ગ્રહણ
કરી છે. માટે કામદેવના પરતંત્રપણાથી મારાં વ્રતનો ભંગ ન થાઓ.” એમ વિચારીને કામદેવથી ભય પામતાં તેમણે આત્મઘાત કરવાના હેતુથી શસ્ત્રાઘાત, કંઠપાશ (ગળાફાંસો) વગેરે અનેક ઉપાયો કર્યા. પરંતુ તે બધા શાસનદેવીએ નિષ્ફળ કર્યા. એકદા તેને અતિ ઉગ્ર કામ વ્યાસ થયો. તે વખતે ઝપાપાત કરવા માટે તેણે પર્વત પર ચડીને પડતું મૂક્યું, ત્યાં તો શાસનદેવતાએ તેને ઝીલી લીઘા અને કહ્યું કે “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મનો ક્ષય થશે? નહીં થાય. માટે આ તારો વિચાર વૃથા છે. તીર્થકરોને પણ ભોગકર્મ ભોગવ્યા વિના સર્વ કર્મનો ક્ષય થતો નથી, તો તારા જેવાને માટે શું કહેવું!” આ પ્રમાણે શાસનદેવતાનું વચન સાંભળીને નંદિષણમુનિ એક્લા વિહાર કરવા લાગ્યા.
એકદા તેઓ છઠ્ઠને પારણે રાજગૃહી નગરીમાં ગયા. આહાર માટે ઊંચા,