________________
(૬૧) નંદિષણની કથા
૨૪૫
,,
પૂજ્ય ! આજે ચોમાસી ખામણા કરતાં મારું મસ્તક આપના ચરણને અડક્યું, તેથી આપની નિદ્રામાં અંતરાય થયો છે, એ મારો અપરાધ આપ ક્ષમા કરો. હવેથી આવો અપરાધ નહીં કરું.” આ પ્રમાણે વારંવાર પોતાના જ અપરાધને કહેતા શિષ્યને જોઈને ગુરુનું ચિત્ત સાવધાન થયું. તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે “અહો! આ શિષ્ય કેવો ક્ષમાવાન છે! આ શિષ્ય જ ધન્ય છે અને હું તો અધન્ય છું, કેમકે હું આજે ચોમાસીને દિવસે પણ રસવાળો આહાર કરીને સૂતો છું.” એ પ્રમાણે આત્મ-નિંદા કરતાં તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પંથકને કહ્યું કે “હે વત્સ ! ભવસાગરમાં પડતાં એવા મારો આજે તેં ઉદ્ઘાર કર્યો છે.’ એમ કહીને પ્રમાદ દૂર કરીને શુદ્ઘ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વાત સાંભળી સર્વ શિષ્યો પણ તેમની પાસે આવ્યા. પછી ચિરકાળ સુધી વિહાર કરી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડીને પાંચસો શિષ્યો સહિત સિદ્ધાચલ પર અનશન ગ્રહણ કરીને સેલકાચાર્ય સિદ્ધિપદને પામ્યા. આવી રીતે સારા શિષ્યો પોતાના પ્રમાદી ગુરુને પણ સન્માર્ગે લાવે છે.
दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरो । इअ नंदिसेणसत्ती, तहवि य से संजमविवत्ती ॥२४८ ॥ અર્થ—“દિવસે દિવસે (હંમેશાં) દશ દશ પુરુષોને ઘર્મનો બોધ કરે, અથવા તેથી પણ અઘિક માણસોને બોઘ પમાડે, એવી નંદિષણ મુનિની શક્તિ (દેશનાલબ્ધિ) હતી, તો પણ તે નંદિષણના ચારિત્રની વિપત્તિ થઈ અર્થાત્ ચારિત્રનો વિનાશ થયો.” એ ઉપરથી નિકાચિત કર્મનો ભોગ અતિ બળવાન છે એમ સમજવું. અહીં નંદિષણનો સંબંધ જાણવો.
શ્રી નંદિષેણની કથા
પ્રથમ નંદિષણનો પૂર્વભવ સારી રીતે કહે છે—કોઈ એક ગામમાં મુખપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે એકદા છૂટક છૂટક મળીને લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેણે વિચાર્યું કે ‘જો મારે ઘેર કામકાજ કરવા માટે એક નોકર હોય તો બહુ સારું.' એમ વિચારીને પોતાની પડોશમાં રહેતા એક ભીમ નામના દાસને તેણે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “જો એ બ્રાહ્મણનું ભોજન થઈ રહ્યા પછી વધેલું અન્નાદિક તું મને આપે તો હું તારા ઘરનું કામકાજ કરું.' તે સાંભળીને તે બ્રાહ્મણે તેની માગણી કબૂલ કરી, એટલે તે ભીમ તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો અને બ્રાહ્મણોનું ભોજન થઈ રહ્યા પછી બાકી રહેલું અન્ન નગરમાં રહેલા સાધુ સાધ્વીઓને બોલાવીને વહોરાવવા લાગ્યો. આ પ્રમાણે પુણ્ય કરવાથી તેણે ભોગકર્મ ઉપાર્જન કર્યું. છેવટે આયુષ્ય ક્ષયે મરણ પામીને તે દાસનો જીવ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને રાજગૃહ નગરમાં