________________
૨૫૦.
ઉપદેશમાળા
અર્થ “કંડરીકની જેમ કોઈ પણ યતિ હજાર વર્ષ સુધી પણ અતિ વિપુલ સંયમ પાળે, તો પણ જો કદાચ અંતે ક્લિષ્ટભાવ (અશુભ પરિણામ) થાય તો તે વિશુદ્ધ થતો નથી. અર્થાત્ તે કર્મક્ષય કરી શકતો નથી, અને દુર્ગતિને પામે છે”.
अप्पेण वि कालेणं, केइ जहा गहिय सीलसामना ।
साहति निययकजं, पुंडरीय महारिसि व्व जहा ॥२५२॥ અર્થ–“જેવા ભાવે ગ્રહણ કરેલું હોય તેવા જ ભાવવાળું જેમનું શીલ (સદાચાર) અને શ્રામણ્ય (ચારિત્ર) છે, એવા કેટલાક સાઘુઓ પુંડરીક મહાઋષિની જેમ અલ્પકાળમાં જ પોતાના (મોક્ષસાઘનરૂપ) કાર્યને સાથે છે.” વિસ્તારથી તેનો સંબંઘ કથાનકગમ્ય હોવાથી અહીં કંડરીક અને પુંડરીકનો સંબંઘ કહીએ છીએ.
કંડરીક અને પુંડરીકની કથા જંબૂદીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલા પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે મહા નગરી છે. તે નગરીમાં મહાપા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તે રાણીની કક્ષિથી ઉત્પન્ન થયેલાં પુંડરીક અને કંડરીક નામે બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર પુંડરીકને રાજ્ય પર સ્થાપન કરીને અને કંડરીકને યુવરાજપદે સ્થાપીને મહાપા રાજાએ સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે મહાપદ્મ મુનિ ચારિત્રનું આરાઘન કરી અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પંડરીક રાજા રાજ્યનું પાલન કરતો હતો. તેવામાં એકદા બન્ને ભાઈઓ કોઈ સ્થવિર મુનિ પાસે ઘમોપદેશ સાંભળીને પ્રતિબોઘ પામ્યા.
ઘરે આવીને મોટા ભાઈ પુંડરીકે નાના ભાઈ કંડરીકને કહ્યું કે “હે ભાઈ! આ રાજ્યને તું ગ્રહણ કર, અને પુત્રની જેમ પ્રજાનું પાલન કરજે, હું સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” તે સાંભળીને કંડરીક બોલ્યો કે “હે ભાઈ! મારે રાજ્યનું શું કામ છે? પિતાએ તેમને રાજ્ય આપ્યું છે, માટે તેને તમે જ ભોગવો, હું તો સ્થવિરમુનિની પાસે જઈ દીક્ષા લેવાનો છે.' એમ કહીને જ્યેષ્ઠ બંધુની રજા લઈ કંડરીકે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તે અગિયાર અંગને ઘારણ કરનાર થયો. સ્થવિરમનિઓની સાથે વિહાર કરતાં અને નીરસ તથા લૂખો આહાર કરતાં કંડરીક મુનિના શરીરમાં મોટા રોગો ઉત્પન્ન થયા.
એકદા કંડરીકમુનિ સ્થવિર સાઘુઓની સાથે વિહાર કરતાં પુંડરીકિણી નગરીએ આવ્યા. તે વાત સાંભળીને પુંડરીક રાજા તેમને વંદના કરવા ગયો. પ્રથમ
વિરોને વંદના કરી, તેમની પાસે ઘર્મ શ્રવણ કરીને પછી તેણે પોતાના ભાઈ કંડરીકને વંદના કરી. તે વખતે તેના શરીરમાં રોગોત્પત્તિ જાણીને રાજાએ તેમને પોતાની યાનશાળામાં રાખ્યા. ત્યાં કંડરીકની શુદ્ધ ઔષઘથી ચિકિત્સા કરાવી,