________________
૨૪૪
ઉપદેશમાળા સહિત શુક પરિવ્રાજકે તે આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. થાવચ્ચપુત્રે તેને યોગ્ય જાણીને આચાર્યપદ આપ્યું, અને પોતે શ્રી શત્રુંજય પર જઈને હજાર સાધુઓની સાથે એક માસની સંખના કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
એકદા શ્રી શુકાચાર્ય હજાર શિષ્યો સહિત સેલકપુર ગયા. સેલક રાજા તેમને વાંદવા આવ્યો. તેમનાં મુખથી ઘર્મદેશના સાંભળીને, પ્રતિબોથ પામેલા રાજાએ પોતાના પુત્ર મંડુકકુમારને રાજ્ય સોંપીને પંથક વગેરે મંત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સેલક મુનિ દ્વાદશાંગીને ઘારણ કરનાર થયા. તેમને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપન કરી શ્રી શુકાચાર્ય હજાર સાધુઓ સહિત શ્રી સિદ્ધાચળ પઘાર્યા. ત્યાં સર્વ મુનિઓ સહિત અનશન ગ્રહણ કરીને માસને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
ત્યાર પછી શ્રી સેલનાચાર્યના શરીરમાં નીરસ અને લુખા આહારને લીધે મહા વ્યાથિઓ ઉત્પન્ન થઈ. તે વ્યાથિઓ અસહ્ય હતી, તો પણ સેલકાચાર્ય દુસ્તા તપમાં જ ઉદ્યત રહેતા હતા. એકદા વિહારના ક્રમે તેઓ સેલકપુર આવ્યા. તેમને આવેલા જાણી મંડુકરાજા વંદન કરવા આવ્યો. ત્યાં ગુરુના મુખથી ઘર્મદેશના શ્રવણ કરી મંડુક રાજા જીવાજીવાદિક નવ તત્ત્વોનો જાણનાર થયો. પછી પોતાના પિતા સેલક રાજર્ષિનું શરીર રુધિરમાંસ રહિત શુષ્ક થઈ ગયેલું જોઈને મંડુક રાજાએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! આપનું શરીર રોગથી જર્જરિત દેખાય છે, તો અહીં જ મારી યાનશાળામાં આપ રહો; જેથી હું શુદ્ધ ઔષઘવડે તથા પથ્થ ભોજનવડે આપનું શરીર નીરોગી કરું.” તે સાંભળીને આચાર્યો તેનું વચન અંગીકાર કરી તેની યાનશાળામાં નિવાસ કર્યો. રાજાએ ઔષઘાદિકથી તેમની ચિકિત્સા કરાવી, તેથી આચાર્યના શરીરમાંથી રોગો નષ્ટ થયા. પરંતુ રાજાનો રસવાલો આહાર લેવાથી આચાર્ય રસલુબ્ધ થઈ ગયા. તેથી તેઓએ ત્યાંથી ક્યાંય પણ વિહાર કર્યો નહીં. એટલે એક પંથક શિષ્યને તેમની સેવા કરવા રાખીને બીજા સર્વ શિષ્યોએ ત્યાંથી વિહાર કર્યો. પછી તો સેલનાચાર્ય ઘીમે ઘીમે અત્યંત રસલંપટ થયા; પણ પંથક મુનિ તેમની સારી સેવા કરવા લાગ્યા, અશુદ્ધ આહાર પણ લાવીને ગુરુને આપવા લાગ્યા અને પોતે શુદ્ધ આહાર કરવા લાગ્યા.
એકદા કાર્તિક ચોમાસીને દિવસે રસવાળો આહાર કરીને આચાર્ય સંધ્યા સમયે જ સુખનિદ્રામાં સૂઈ ગયા. તે વખતે પંથક સાધુ ચોમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુના ચરણમાં મસ્તક મૂકીને ચોમાસી પ્રાયશ્ચિત્તના ખામણા કરવા લાગ્યા. તેના સ્પર્શથી ગુરુ નિદ્રામાંથી જાગૃત થયા, તેથી તે ક્રોઘાતુર થઈને બોલ્યા કે “અરે! ક્યા પાપીએ મારી નિદ્રાનો ભંગ કર્યો?” તે સાંભળી પંથક મુનિ બોલ્યા કે “હે