________________
૨૪૨
_ઉપદેશમાળા વળી શ્રાવક શું કરે છે તે કહે છે–
साहूण चेइयाण य, पड़णीयं तह अवण्णवाई च ।
जिणपवयणस्स अहिअं, सव्वत्थामेण वारेइ ॥२४२॥ અર્થ–“સાઘુઓના અને ચૈત્ય એટલે જિનપ્રાસાદ તથા જિનપ્રતિમાઓના પ્રત્યેનીકને (ઉપદ્રવ કરનારને) તથા અવર્ણવાદ એટલે કુત્સિત વચન બોલનારને અને જિનશાસનનું અહિત કરનારને સુશ્રાવક પોતાના સર્વ પ્રકારના બળે કરીને અટકાવે છે. પણ બીજા ઘણા જણ છે તે સંભાળ કરશે એમ ઘારીને તેની ઉપેક્ષા કરતા નથી.”
विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ। | રિયા પરિવાળો, વિરલ પરવારગામી ર૪રૂણા
અર્થ–“વળી સુશ્રાવકો હંમેશા પ્રાણીવઘ થકી વિરતિ પામેલા હોય છે, અલીક વચન (મિથ્યા ભાષણ) થકી વિરતિ પામેલા હોય છે, ચોરીથી વિરતિ પામેલા હોય છે અને પરસ્ત્રીગમનથી નિવૃત્તિ પામેલા હોય છે.”
विरया परिग्गहाओ, अपरिमियाओ अणंततण्हाओ।
बहुदोससंकुलाओ, नरयगइगमणपंथाओ ॥२४४॥ ' અર્થ-“વળી તે સુશ્રાવકો જેનું પરિમાણ કર્યું નથી, જેનાથી અનંત તૃષ્ણા (લોભ) ઉત્પન્ન થાય છે, જે ઘણા વઘ-અંઘનાદિ દોષોથી સંકુલ (ભરેલો) છે, તથા જે નરકગતિમાં જવાના માર્ગરૂપ છે, એવા ઘનઘાચાંદિક નવ પ્રકારના પરિગ્રહ થકી વિરતિ પામેલા હોય છે.”
मुक्का दुञ्जणमित्ती, गहिआ गुरुवयणसाहुपडिवत्ती।
मुक्को परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो ॥२४५॥ અર્થ–“વળી તે શ્રાવકોએ દુર્જનની મૈત્રી મૂકી દીધી છે, તીર્થકરાદિક ગુરુના વચનની સારી પ્રતિપત્તિ ગ્રહણ કરી છે અર્થાત્ ગુરુના વચનને સમ્યક્ઝકારે અંગીકાર કર્યું છે, પરપરિવાદ (પરનિંદા) છોડી દીધી છે, અને જિનદર્શિત એટલે જિનેશ્વરે કહેલો ઘર્મ ગ્રહણ કર્યો છે.”
तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा।
तेसिं न दुल्लहाई, निव्वाणविमाणसुक्खाई ॥२४६॥ અર્થ–“આ લોકમાં જે સુશ્રાવકો બાર પ્રકારનાં તપ, નિયમ તે અનંતકાયાદિકનું પ્રત્યાખ્યાન અને શીલ તે સદાચાર તેથી યુક્ત છે તથા સારા ગુણોવાળા છે, તેઓને નિર્વાણ (મોક્ષ) અને વિમાનના (સ્વર્ગનાં) સુખો દુર્લભ–દુષ્માપ્ય નથી, અર્થાત્ તેઓ સ્વર્ગના સુખો ભોગવીને અનુક્રમે મુક્તિ પણ પામે છે.”