________________
(૬૦) સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા
सीइज कयाइ गुरू, तंपि सुसीसा सुनिउणमहुरेहिं । मग्गे ठवंति पुणरवि, जह सेलगपंथगो नायं ॥ २४७ ॥ અર્થ—“કદાચિત્ કર્મની વિચિત્રતાને લીધે કોઈ વખત ગુરુ પણ સિદાય એટલે માર્ગથી ભ્રષ્ટ થાય, તો તેવે વખતે તેવા ભ્રષ્ટાચારી ગુરુને પણ ઉત્તમ શિષ્યો અત્યંત નિપુણ અને મઘુર વાક્યોએ કરીને ફરીથી પણ સંયમમાર્ગમાં સ્થાપન કરે છે, એટલે ઉત્પથમાં ગયેલાને સન્માર્ગે લાવે છે. તે વિષે સેલક આચાર્ય અને પંથક શિષ્યનું દૃષ્ટાંત અહીં જાણવું.’
૨૪૩
સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા
કુબેરે બનાવેલી શ્રી દ્વારિકાપુરીમાં ‘શ્રીકૃષ્ણ’ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે વખતે તે પુરીમાં એક થાવચ્ચા' નામની સાર્થવાહની સ્ત્રી રહેતી હતી. તેનો ‘થાવચ્ચાકુમાર’ નામનો અતિ રૂપવાન પુત્ર બત્રીશ સ્ત્રીઓનો પતિ હતો. તે પોતાના ઘરમાં દોગુંઠક દેવની જેમ પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો હતો. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર તે નગરીના ઉપવનમાં સમવસર્યા. તે ખબર જાણીને થાવચ્ચાકુમાર શ્રી જિનેશ્વરને વાંદવા ગયો. ત્યાં તેણે ભગવાનના મુખથી સંસારનો નાશ કરનારી દેશના સાંભળી; તેથી સંસારની અનિત્યતા જાણી માતાની આજ્ઞા લઈ શ્રી જિનેશ્વર પાસે એક હજાર પુરુષો સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો.
પછી એક વખત શ્રી નેમિનાથની આજ્ઞા લઈને પોતાના હજાર શિષ્યો સહિત વિહાર કરતા થાવચ્ચાપુત્ર મુનિ સેલક નામના પુરમાં આવ્યા. તે પુરનો રાજા ‘સેક’. મુનિને વાંઠવા આવ્યો. મુનિના મુખથી દેશના સાંભળીને પ્રતિબોધ ... પામેલો સેલક રાજા તે થાવચ્ચાપુત્ર આચાર્ય પાસે બાર વ્રતધારી શ્રાવક થયો. ત્યાંથી વિહાર કરીને આચાર્ય સૌગંધિકા નગરીના નીલાશોક વનમાં પધાર્યા. તે નગરીમાં શુક નામના પરિવ્રાજકનો પરમ ભક્ત ‘સુદર્શન' નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રેષ્ઠી થાવાપુત્ર આચાર્ય પાસે ગયો. ત્યાં તેણે પ્રતિબોધ પામીને મિથ્યાત્વનો તથા શૌચમૂળ ધર્મનો ત્યાગ કરીને શ્રી જિનભાષિત વિનયમૂળ ધર્મ અંગીકાર કર્યો. તે વાતની શુક પરિવ્રાજકને ખબર પડતાં તે પોતાના હજાર શિષ્યો સહિત ત્યાં આવ્યો અને સુદર્શન શેઠને પૂછ્યું—à સુદર્શન! અમારા શૌચમૂલ ધર્મનો ત્યાગ કરીને તેં આ વિનયમૂલ ધર્મ કોની પાસે ગ્રહણ કર્યો?” સુદર્શને જવાબ આપ્યો કે મેં વિનયમૂલ ધર્મ શ્રી થાવચ્ચાપુત્ર આચાર્ય પાસે ગ્રહણ કર્યો છે અને તે આચાર્ય મહારાજ પણ અહીં જ છે.’ તે સાંભળીને શુક પરિવ્રાજક આચાર્ય સાથે ચર્ચા કરવા સુદર્શનને સાથે લઈને આચાર્ય પાસે આવ્યો. ત્યાં વાદમાં આચાર્યે તેને નિરુત્તર કર્યો. એટલે વિનયમૂલ ધર્મને સત્ય માનીને હજાર શિષ્યો