________________
૧૨૬
ઉપદેશમાળા
सुट्ठ वि उज्जममाणं, पंचेव करिंति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ॥७२॥ અર્થ—“તપ સંયમ ક્રિયાને વિષે ભલે પ્રકારે ઉદ્યમવંત એવા સાધુને પણ ૧ આત્મસ્તુતિ, ૨ પરનિંદા, ૩ જિલ્લા, ૪ ઉપસ્થ ઇન્દ્રિય અને ૫ કષાય એ પાંચ દોષ ગુણથી રિક્ત અર્થાત્ ગુણરહિત કરે છે. અર્થાત્ તપ સંયમ ક્રિયાવાન્ હોય છતાં જો આ પાંચ દોષમાંથી કોઈ દોષ હોય તો તે મુનિ ગુણરહિત થઈ જાય છે.”
ભાવાર્થ—આત્મસ્તુતિ તે પોતાની પ્રશંસા સ્વમુખે કરવી, પરનિંદા તે પારકા અપવાદ બોલવા, જિલ્લા એટલે રસનેંદ્રિયનું પરવશપણું, ઉપસ્થ એટલે પુરુષચિહ્ન કે સ્ત્રીચિહ્ન તેના વિષયનું અભિલાષીપણું અને કષાય તે ક્રોધાદિ ચાર—આ પાંચ પ્રકારના દોષથી ગુણરહિત થવાય છે.
परपरिवायमईओ, दूसइ वयणेहि जेहि जेहि परं । તે તે પાવક્ વોલે, પરપરિવાર્ફ ગ પિછો
શા અર્થ—“પારકા અપવાદ બોલવામાં નિપુણ બુદ્ધિવાળો પુરુષ જે જે વચનોએ કરીને પરને દોષવંત કરે છે તે તે દોષને પોતે પામે છે, માટે પ૨પરિવાદી પુરુષ અપ્રેક્ષ્ય (ન જોવા લાયક) છે, અર્થાત્ પરનિંદક પુરુષનું મુખ પણ જોવા લાયક
નથી.”
थद्धा छिप्पेही, अवण्णवाई सयंमई चवला ।
का कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥ ७४ ॥ અર્થ—“સ્તબ્ધ એટલે અનમ્ર-અભિમાની, છિદ્રાન્વેષી, અવર્ણવાદી, સ્વયંમતિ એટલે સ્વેચ્છાચારી, ચપળ સ્વભાવી, વક્ર અને ક્રોઘસ્વભાવી એવા શિષ્યો ગુરુને ઉદ્વેગ કરાવનારા હોય છે.’
जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरखं न भयं । नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ॥७५॥ અર્થ—“જે શિષ્યને ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય, બહુમાન ન હોય, ગુરુનું ગૌરવ ન હોય, ગુરુનો ભય ન હોય, ગુરુની લજ્જા ન હોય, અને ગુરુ ઉપર સ્નેહ પણ ન હોય તેવા શિષ્યને ગુરુકુલવાસમાં રહેવાથી પણ શું? અર્થાત્ તેવા દુર્વિનીત શિષ્યને ગુરુ સમીપે વસવાથી કાંઈ પણ લાભ નથી.’’
ભક્તિ એટલે વિનય—ગુરુને આવતા દેખી ઊભા થવું, આસન આપવું વગેરે બહુમાન એટલે અત્યંતર ભક્તિ સમજવી.
અને
रूस चोइअंतो, वहई हियएण अणुसयं भणिओ ।
न य कम्मि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६॥