________________
૨૦૯
(૫૦) સત્યકી વિદ્યાઘરની કથા તો આવતા ભવમાં તું સિદ્ધ થજે.' આ પ્રમાણે પૂર્વ ભવમાં કહ્યું હતું તેથી રોહિણી વિદ્યા આ ભવમાં તેને થોડા કાળમાં જ સિદ્ધ થઈ, અને તેણે પ્રત્યક્ષ થઈ સત્યકીને કહ્યું કે “તારા શરીરનો એક ભાગ મને બતાવ કે જેમાં હું પ્રવેશ કરું.' ત્યારે સત્યકીએ પોતાનું ભાલ (કપાળ) બતાવ્યું. રોહિણી વિદ્યા લલાટમાર્ગથી અંગમાં પેઠી અને લલાટમાં ત્રીજું લોચન ઉત્પન્ન થયું.
પછી તેણે પ્રથમ પોતાના પિતા પેઢાલ વિદ્યાઘરને જ સાધ્વીના વ્રતનો ભંગ કરનાર જાણી, વિદ્યાબળથી માર્યો. કાલસંદીપક વિદ્યાઘર સત્યકીને વિદ્યાબળથી દુર્જય જાણીને માયાથી ત્રિપુરાસુરનું સ્વરૂપ ઘારણ કરીને નાસી ગયો, અને લવણસમુદ્રમાં જઈ પાતાળકળશમાં પેઠો. આથી લોકમાં એવી પ્રસિદ્ધિ થઈ કે “આણે ત્રિપુરાસુરને પાતાળમાં પેસાડી દીઘો, તેથી આ સત્યકી અગિયારમો દ્ધ પેદા થયો છે.”
પછી સત્યકી વિદ્યારે ભગવાનની પાસે સમકિત અંગીકાર કર્યું, અને દેવગુરુનો અત્યંત ભક્ત થયો. ત્રણે સંધ્યાએ તે ભગવાનની આગળ નૃત્ય કરે છે. પરંતુ વિષયસુખમાં અત્યંત લોલુપ હોવાથી રાજાની, પ્રથાનની કે કોઈ વ્યાપારી વગેરેની રૂપવતી સ્ત્રીને જુએ કે તરત જ તે ગાઢ આલિંગન આપીને તેને ભોગવે છે. તેને રોકવાને કોઈ શક્તિમાન થતું નથી. . એક દિવસ મહાપુરી ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરીને તેણે પદ્માવતી સિવાય બીજી બધી રાણીઓને ભોગવી. તેથી ચંદ્મદ્યોત રાજા ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે “જે કોઈ આ દુષ્ટકર્મી સત્યકીને મારી નાંખશે તેને હું મનવાંછિત આપીશ'. આ પ્રમાણે પટહ વગડાવીને તેણે લોકોને જણાવ્યું. તે વખતે તે નગરમાં રહેનારી એક ઉમા નામની વેશ્યાએ બીડું ઝડપ્યું. પછી એક દિવસે ઉમા પોતાના ઘરના ગોખમાં બેઠી હતી. તે વખતે તેણે સત્યકીને વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતો જોયો એટલે તેને સંબોધીને કહ્યું કે હે ચતુરશિરોમણિ!
સુરૂપજનમાં મુગટરૂપ! હે તેજથી સૂર્યને જીતનાર! તું હંમેશા મુથ્થા (વિષયરિસની અજાણી સ્ત્રીઓને ચાહે છે; પરંતુ અમારા જેવી કામકળામાં કુશળ સ્ત્રી તરફ વૃષ્ટિ પણ કરતો નથી. માટે આજે તો મારું આંગણું કૃતાર્થ કર અને એક વખત તું અમારું કામ ચાતુર્ય જો.' ઉમાના વચનોથી રંજિત થયેલો અને કટાક્ષવિક્ષેપર્થ જેનું મન આકર્ષાયું છે એવો સત્યકી વિમાનમાંથી ઊતરીને તે નાયિકાના ઘરમાં ગયો. તે વેશ્યાએ પણ અનેક પ્રકારના કામક્રીડાના વિનોદથી તેનું મન વશ કરી લીધું. તેથી તે તેને છોડીને અન્ય કોઈ સ્થાને જતો નથી; હમેશાં ત્યાં જ આવે છે. તેમની વચ્ચે . પરસ્પર ઘણી જ પ્રીતિ થઈ ગઈ છે.
આ પ્રમાણે અત્યંત વિશ્વાસ પમાડીને તેણે એક વાર સત્યકીને પૂછ્યું કે હે
૧૪