________________
૨૨૫
(૫૭) સુકુમાલિકાની કથા તમે મારી સન્મુખ જોઈને કેમ ઊભા છો?” તેઓ બોલ્યા કે “તારા જેવી અમારે એક બહેન પહેલાં હતી.” તે સાંભળીને નેત્રોમાંથી અશુપાત કરતી સુકુમાલિકાએ પૂર્વનું સર્વ વૃત્તાંત ભાઈઓને કહ્યું. પછી તે ભાઈઓએ સાર્થવાહને પ્રતિબોધ પમાડીને તેને ગૃહવાસથી છોડાવી ફરી દીક્ષા આપી. તે શુદ્ધ (નિરતિચાર) ચારિત્રનું આરાધન કરી અંતે શુદ્ધ આલોચનાપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ.
આ સુકુમાલિકાની કથા સાંભળીને ઘર્મવાન પુરુષે વિષયોનો વિશ્વાસ કરવો નહીં, અને હું જરાવસ્થાથી જીર્ણ થયો છું, માટે હવે મને વિષયો શું કરવાના છે?” એમ કદી પણ વિચારવું નહીં. .. खर-करह-तुरय-वसहा, मत्तगइंदा वि नाम दम्मति ।
इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ॥१८३॥ અર્થ “ગધેડા, ઊંટ, અશ્વ, વૃષભ (બળદ) અને મદોન્મત્ત ગજેન્દ્રો પણ દમી શકાય છે, વશ કરાય છે, પરંતુ એક નિરંકુશ એવો પોતાનો આત્મા વશ કરાતો નથી.”
'वरं मे अप्पा दंतो, संजमेण तवेण य ।
મહું રદિ સંતો, વંદિ વદિ ૧૮૪ના અર્થ-“મારો પોતાનો આત્મા સંયમવડે અને તપવડે દમન કરાયેલો થાય તો તે શ્રેષ્ઠ છે, પરંતુ કુગતિમાં ગયેલો હું બીજા પુરુષોથી શૃંખલા રજુ વગેરેના બંઘનવડે અને લાકડી વગેરેના પ્રહારવડે દમન કરાયેલો (વશ કરાયેલો) થાઉ તે શ્રેષ્ઠ નથી, અર્થાત્ તેમ ન થાય તો સારું.”
. Mા રેવ મેયો સખા તુ વહુ કુમો . - પા તો અહી દોડ, રિલે સ્ટોર પરત્યય ૧૮વા
અર્થ–“નિશ્ચય કરીને આત્મા દમન કરવા યોગ્ય છે, વશ કરવા યોગ્ય છે. કેમ કે એક આત્મા જ દુર્દમ (દુ:ખે કરીને દમન થાય તેવો) છે. તે આત્માનું દમન કર્યું હોય તો તે આ લોકમાં તથા પરલોકમાં સુખી થાય છે.”
निच्वं दोससहगओ, जीवो अविरहियमसुहपरिणामो।
નવરં કિન્ન પારે, તો હું પાયમરે ૧૮ અર્થ-“નિત્યે દ્વેષની સાથે રહેલો એટલે રાગદ્વેષનો સહચારી થયેલો એવો આ જીવ નિરંતર અશુભ પરિણામવાળો રહે છે. તે આત્માને જો પ્રસાર આપ્યો હોય એટલે જો તેને મોકળો (છૂટો) મૂક્યો હોય તો તે આ સંસારસાગરમાં લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ એવાં કાર્યોમાં વિષયકષાયાદિક પ્રમાદને આપે છે.” ૧. ગોથા ક્રમાંક ૧૮૪ અને ૧૮૫ ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૧ માં ૧૯ અને ૧૫ મી ગાથાઓ છે.
૧૫