________________
-~~~
૨૩
(૫૭) સુકુમાલિકાની કથા
* સુકુમાલિકાની કથા - વસંતપુર નગરમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને સિંહલા નામની રાણી હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા સસક અને ભસક નામના તેને બે પત્રો હતા. તે બન્ને હજાર યોદ્ધાઓનો પરાજય કરે તેવા બળવાન હતા. તે બન્નેને સુકુમાલિકા નામે અતિ રૂપવાન એક બહેન હતી.
એકદા કોઈ આચાર્ય પાસે અનુપમ રસવાળી અમૃત સરખી ઘર્મદેશના સાંભળીને સસક અને ભસકે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ અનુક્રમે ગીતાર્થ મુનિ થયા. એટલે તેમણે આવીને પોતાની બહેન સુકુમાલિકાને પ્રતિબોથ કર્યો. તેથી તેણે પણ દીક્ષા લીધી. પછી તે સાધ્વીઓની સમીપે રહીને છઠ્ઠ અઠ્ઠમ વગેરે આતાપના સહિત તપ કરતી સતી પોતાના સૌંદર્યના દર્પને દલો કરવા લાગી; તોપણ તેના અનુપમ રૂપથી મોહ પામેલા અનેક કામી પુરુષો ત્યાં આવીને તેની સન્મુખ બેસી રહેતા હતા અને તેની સાથે વિષયની અભિલાષા કરતા હતા. એક ક્ષણ પણ તેના સંગને તેઓ મૂકતા નહીં. તે જાણીને બીજી સાધ્વીઓએ તેને ઉપાશ્રયમાં જ રાખવા માંડી તોપણ તેના રૂપથી મોહ પામેલા કામી પુરુષો ઉપાશ્રયના દ્વારે આવીને બેસી રહેવા લાગ્યા, અને તેના મુખને જોવાની લાલસાથી ઉન્મત્તની જેમ ભમવા લાગ્યા. તેથી કંટાળી સાધ્વીઓએ જઈને આચાર્યને કહ્યું કે “હે સ્વામી! આ સુકમાલિકાના ચારિત્રનું રક્ષણ અમારાથી બનવું અશક્ય છે. કેમકે કામસેવનના અર્થી ઘણા યુવાનો ઉપાશ્રયે આવીને ઉપદ્રવો કરે છે. તેઓને અમે શી રીતે નિવારી શકીએ?” તે સાંભળીને સૂરિએ તે સુકુમાલિકાના ભાઈઓ સસક અને ભસકને બોલાવીને કહ્યું કે “હે વત્સો! તમે સાળીને ઉપાશ્રયે જાઓ, અને તમારી બહેનની - રક્ષા કરો. શીલપાલનમાં તેને સહાય કરવાથી તમને મોટો લાભ છે.”
આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને તે બન્ને ભાઈઓ ત્યાં જઈને બહેનની રક્ષા કરવા લાગ્યા. તેમાંથી એક જણ નિરંતર ઉપાશ્રયને બારણે બેસી રહે છે અને બીજો ગોચરી માટે જાય છે. એક વખતે યુવાન કામી પુરુષોની સાથે તેમને યુદ્ધ થયું. તે જોઈને સુકુમાલિકાએ વિચાર્યું કે “મારા રૂપને ધિક્કાર છે કે જેથી મારા ભાઈઓ મારે માટે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વગેરે મૂકીને ફ્લેશ સહન કરે છે; તો હવે હું અનશન ગ્રહણ કરીને જે શરીરને માટે આ કામી પુરુષો તાપ પામે છે તે શરીરનો ત્યાગ કરું.” એ રીતે વિચારીને તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી માલતીના પુપની જેમ તે થોડા દિવસોમાં કરમાઈ (સુકાઈ ગઈ, તેનું શરીર ક્ષીણ થયું અને એકવાર તો શ્વાસનું રૂંઘન થવાથી તે મૂછ પામી. તે જોઈને તેના ભાઈઓ તેને થરેલી જાણી ગામ બહાર જઈ વનની ભૂમિમાં પરઠવી આવ્યા.
થોડી પરે શીતળ વાયુથી સુકુમાલિકાને ચેતના આવી. તેથી તે ઊભી થઈને