________________
વિષયોની વિષમતા
~ __ અર્થ–આ જીવ જાણે છે કે ભોગ (ઇંદ્રિયોથી ઉત્પન્ન થતાં સુખો), ઋદ્ધિ (રાજ્યલક્ષ્મી) અને સંપદા (ઘન ઘાન્ય વગેરે) તે સર્વ ઘર્મનું જ ફળ છે, અર્થાત્ ઘર્મરૂપ કારણથી જ ભોગાદિક કાર્ય પ્રાપ્ત થાય છે, તોપણ વૃઢમૂઢ એટલે અત્યંત મૂઢ, અજ્ઞાનથી વ્યાપ્ત છે હૃદય જેનું એવો આ જીવ પાપકર્મમાં રમે છે, ક્રીડા કરે છે. (પાપકર્મ કરવા ઉત્સુક થાય છે અર્થાત્ જાણતા છતાં પણ અજાણ્યાની જેમ પાપકર્મમાં પ્રવર્તે છે.)” .. जाणिज्जइ चिंतिजइ, जम्मजरामरणसंभवं दुक्खं ।
न य विसएसु विरजइ अहो सुबद्धो कवडगंठी ॥२०४॥ અર્થ-“જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થયેલા દુઃખને આ જીવ ગુરુનો ઉપદેશ સાંભળવાથી જાણે છે તથા મનમાં ચિંતવે છે, તો પણ આ જીવ વિષયોથી વિરક્ત થતો નથી. અહો! કપટગ્રંથિ (મોહગ્રંથિ) કેવી સુબદ્ધ (કોઈથી પણ શિથિલ કરવાને અશક્ય) છે? તે મોહગ્રંથિના વશવર્તીપણાથી જ આ જીવ વિષયોમાં આસક્ત થાય છે.”
जाणइ य जह मरिजइ, अमरंतं पि हु जरा विणासेइ।
न य उव्विग्गो लोओ, अहो रहस्सं सुनिम्मायं ॥२०॥ અર્થ–“વળી લોકો જાણે છે કે “સર્વ પ્રાણી પોતપોતાના આયુષ્યના ક્ષયે મરવાના જ છે, અને જરા (વૃદ્ધાવસ્થા) નહીં મરેલા (જીવતા) પ્રાણીને પણ નાશ. પમાડે છે.” તો પણ લોકો ઉગ એટલે સંસારથી વૈરાગ્ય પામતા નથી. અહો! મોટું આશ્ચર્ય! આ રહસ્ય કેવું ગુણપણે નિર્માણ કરાયું છે?
. સુપ વર્ષ – ૪ પયં મિના વા ' મળવણ વિ યંતી, દર હયાતી પરિત ર૦ઘા
અર્થ–“હણી છે આશાઓ જેણે એવો કૃતાંત (મૃત્યુ) મનુષ્યાદિક બે પગવાળાને, ગાય ભેંસ વગેરે ચાર પગવાળાને, ભ્રમર વગેરે ઘણા પગવાળાને અને પગ વિનાનાં સર્પાદિકને તથા ઘનાટ્યને અને અઘન એટલે ઘનરહિતને તેમજ “વા શબ્દ પંડિત, મૂર્ખ વગેરે સર્વેને અપરાઘ વિના પણ અશ્રાંતપણે (થાક્યા વિના) ખેદરહિત થઈને હણે છે અર્થાત્ સર્વ જીવોને હણવામાં તે મૃત્યુને કિંચિત પણ ખેદ એટલે શ્રમ લાગતો નથી.”
न य नजइ सो दियहो, मरियव्वं चावसेण सव्वेण ।
आसापासपरद्धो, न करेइ यजं हियं वज्झो॥२०७॥ અર્થ–“વળી જીવ તે દિવસ જાણતો નથી, અર્થાત્ કયે દિવસે મરીશ તે જાણતો નથી, પણ સર્વ જીવોએ અવશ્ય કરવું તો છે જ એમ જાણે છે, તો પણ