________________
૨૩૨
ઉપદેશમાળા
આશારૂપી પાશથી બંધાયેલો (પરાધીન થયેલો) અને વધ્ય એટલે મૃત્યુના મુખમાં રહેલો એવો આ જીવ જે હિતકારક થર્માનુષ્ઠાન છે તે કરતો નથી.” संझरागजलबुब्बू ओवमे, जीविए अ जलबिंदुचंचले ।
जुव्वणे य नईवेगसंनिभे, पाव जीव ! किमियं न बुज्झसि ॥ २०८ ॥
અર્થ—“વળી જીવિત સંધ્યાકાળના રાતા પીળા રંગની તથા જળના બુબુદ્દ (પરપોટા)ની ઉપમાવાળું છે, ક્ષણિક છે; તેમજ (દર્ભના અગ્રભાગ પર રહેલા) જળના બિંદુ જેવું ચંચળ છે; તથા યુવાવસ્થા નદીના વેગ જેવી (થોડો કાળ રહેવાવાળી) છે; તો પણ હે પાપી જીવ! તે સર્વ જાણતાં છતાં તું કેમ પ્રતિબોધ પામતો નથી?’’
जं जं नजर असुई, लञ्जिइ कुच्छणिअमेयं ति । तं तं मग्गइ अंगं, 'नवरमणंगुत्थ पडिकूलो ॥ २०९ ॥ અર્થ—“જે જે અંગ અશુચિ જણાય છે, જે અંગ જોવાથી લક્ષ્ય આવે છે, અને જે અંગ જુગુપ્સા કરવા લાયક છે એવા—સ્ત્રીઓનાં જઘન વગેરે—અંગોંની મૂઢ પુરુષ અભિલાષા કરે છે તે માત્ર પ્રતિકૂળ (શત્રુરૂપ) એવા કામદેવના શરણને લીધે જ છે; અર્થાત્ કામદેવના વશથી જ જીવ નિંદ્ય એવા સ્ત્રીના અંગને પણ અતિ રમણીય માને છે.’’
सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्ठि ।
कामग्गहो दुरप्पा, जेणऽभिभूयं जगं सव्वं ॥ २१०॥ અર્થ—“સર્વ ગ્રહોનું (ઉન્માદોનું) ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ (મોટા ઉન્માદરૂપ) અને પરસ્ત્રીગમનાદિ સર્વ દોષોને પ્રવર્તાવનાર કામદેવરૂપી ગ્રહ એટલે કામથી ઉત્પન્ન થયેલો ચિત્તભ્રમ મહાદુષ્ટ છે કે જેણે આ આખું જગત પરાભવ પમાડ્યું છે, પોતાને વશ કર્યું છે. માટે કામગ્રહ જ દુસ્યાજ્ય (મહાકલ્ટે તજી શકાય એવો) છે.’’ जो सेवइ किं लहई, थामं हारेइ दुब्बलो होइ ।. पावेइ वेमणस्सं, दुक्खाणि अ अत्तदोसेणं ॥ २११॥ અર્થ—“જે પુરુષ કામને (વિષયને) સેવે છે તે શું પામે છે? તે કહે છે. તે પુરુષ પોતાના જ દોષથી વીર્યને હારે છે-ગુમાવે છે, દુર્બળ થાય છે, અને વૈમનસ્ય (ચિત્તની ઉદ્વેગતા) તથા ક્ષયરોગાદિક દુઃખોને પામે છે.”
जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विंति ॥२१२॥
૧. પાઠાંતર—‘નવાર બળનોત્ય પોિ' અર્થ-માત્ર અનંગના (કામદેવના) પ્રભાવથી જ પ્રતિકૂલ (ખરાબ) અંગોની ઇચ્છા કરે છે.